• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કામોના એજન્ડા મોકલ્યા વગર કારોબારી બેઠક બોલાવતા મહિલા સભ્યો નારાજ

કામોના એજન્ડા મોકલ્યા વગર કારોબારી બેઠક બોલાવતા મહિલા સભ્યો નારાજ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરગુજરાતમાં 343 કોલેજો ધરાવતી યુનિવર્સીટીના સત્તામંડળ કારોબારી સમિતિની બેઠકના મોટાભાગના કામકાજની યાદી બેઠક પહેલા સદસ્યોને મળતી હોવાની હૈયાવરાળ બુધવારે કુલપતિ સમક્ષ એક મહિલા સદસ્યએ ઠાલવી હતી. આગામી તા.29મીએ બેઠક છે તેની ઇમેલથી જાણ કરવામાં આવી પણ કયા કામો છે તેનાથી સદસ્યો અજાણ રહ્યા છે. તો પછી વિદ્યાર્થીઓ કે અધ્યાપકોની કોણ સાંભળશે તેને લઇને ચર્ચાઓ થવા લાગી હતી.યુનિવર્સિટીના ઇ.સી મેમ્બર આશાબેન પટેલે બુધવારે કુલપતિ તેમજ રાજ્યના ગવર્નરને કારોબારી સમીતિની બેઠકમાં લેવાનાર કામોની યાદી બેઠક પહેલા સદસ્યોને મળવા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ઇમરજન્સી કામ માટેની ...અનુસંધાન પાના8

બેઠકહોય તો પછી આવી બેઠક રદ કરવા સુચન કર્યુ હતુું. છેલ્લી ચાર પાંચ કારોબારી સમિતિની બેઠકથી માત્ર કામકાજની એક બે યાદી સદસ્યના ઘરે મોકલવામાં આવે છે.

બાકીના કામની યાદીઓ બેઠક ચાલુ થાય પછી એક પછી એક લાવીને સભા ચલાવવામાં આવે છે. મહિલા સદસ્ય ર્ડા.આશાબેન પટેલે જણાવ્યુ હતું કે,સામાન્યરીતે બેઠકના ચાર કે સાત દિવસ પહેલા કારોબારી બેઠકના કામોની યાદી સદસ્યને મળવી જોઇએ પરંતુ મળતી નથી.જેના કારણે વિવિધ કામ બાબતનો અભ્યાસ કરવા મળતો નથી એટલે બેઠકમાં ચર્ચા કરવામાં સદસ્યોને મુઝવણ રહેતી હોય છે. કેટલીક વખત એક કામના ક્રોસ ઠરાવ થતા હોય છે. ત્યારે બેઠકના કામોની યાદી સમયસર મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...