તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટણમાં વેપારીના નામે રૂ.12.77 લાખ ઉધારી અન્યને અાપી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં વેપારીના નામે રૂ.12.77 લાખ ઉધારી અન્યને અાપી દીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના પાંચ શખ્સોએ અેક કંપનીના ચોપડામાં એક વેપારીના નામની રૂ. 12.77 લાખની ખોટી અેન્ટ્રી કરીને હવાલાથી અન્ય વ્યક્તિને ચુકવી દીધા હતા. જેમાં પેઢીના ખોટા દસ્તાવેજો અને સિક્કા બનાવી તેનાથી દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ શહેર બી ડીવીઝન પોલીસ મથકે દાખલ થવાં પામી હતી.

પોલીસના જણાવ્યા મુજબ શહેરના વેપારી રમેશચંદ્ર રસીકલાલ પટેલના વિકાસ કન્સ્ટ્રકશન નામની કંપનીના ખાતામાં રૂ.12,77,481 ખોટી અેન્ટ્રી કરી ડેબિટ તરીકે દર્શાવી હતી. તે નાંણા પાટણ કોલેજ ટીચર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ ચતુરભાઇ પટેલને હવાલાથી ચુકવી દેવામાં આવ્યા હતા. શખ્સોએ તેમની પેઢીનો બનાવટી દસ્તાવેજ અને સિક્કો બનાવી સહી સિક્કાથી ખોટા પુરાવા ઉભા કરી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. અા હકીકત ધ્યાને અાવતા રમેશચંદ્ર રસીકલાલ પટેલે બી ડીવીઝન પોલીસ મથકમાં બાબુલાલ પ્રભુદાસ પટેલ, દિનેશભાઇ બાબુભાઇ પટેલ, પશીબેન બાબુલાલ પટેલ, કમુબેન દિનેશભાઇ પટેલ, ડાહ્યાભાઈ શભુદાસ પટેલ અને રાજેન્દ્રભાઇ ચતુરભાઇ પટેલ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો