તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટણ સિવિલ કેમ્પસમાં આડેધડ પાર્કિગથી દર્દીઓને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ સિવિલ કેમ્પસમાં આડેધડ પાર્કિગથી દર્દીઓને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બહારથી વાહનો લઇ ખરીદી અર્થે આવતા લોકો માટે વાહન પાર્કિંગની જગ્યા માટે અાર્શિવાદરૂપ બન્યુ છે. પરંતુ વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા હોવાના કારણે ઇમરજન્સી સારવાર અર્થે વાહનોમાં લવાતા દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હોય સિવિલમાં ફરજ બજાવતા સીક્યુરીટી સ્ટાફ દ્વારા યોગ્ય રીતે વાહનો પાર્ક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાટણ સિવિલ હોસ્પિટલની મોટાભાગની સુવિધાઓ ધારપુર સ્થિત હોસ્પિટલ કાર્યરત બનતા પ્રાથમિક સારવાર અર્થે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. જેના કારણે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાલી ખાલી જોવા મળતુ હોય છે. જેને લઇ બહારગામથી વાહનો લઇ ખરીદી અર્થૈ આવતા લોકો પોતાના વાહનો સિવિલ કેમ્પસમાં પાર્ક કરતા હોય છે. પરંતુ આડેધડ વાહનો પાર્ક કરવાના કારણે ઘણી વખત ઇમરજન્સી અર્થે સિવિલમાં ખાનગી વાહનો મારફતે લવાતા દર્દીઓ માટે આવા વાહનો મુશ્કેલી સર્જાતા હોય છે. ત્યારે સિવિલ કેમ્પસમાં ફરજ બજાવતા સીક્યુરીટી સ્ટાફ દ્વારા યોગ્ય રીતે પાર્ક કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બાબતે સિવિલ સુત્રોનું ધ્યાન દોરતા તેઓએ યોગ્ય કરવાની હૈયા ધારણા આપી હતી.

સિવિલના સીક્યુરીટી સ્ટાફ દ્વારા વાહનો યોગ્ય રીતે પાર્ક કરાય તેવી માંગ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો