• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુરના શિક્ષણાધિકારીને નોટીસ આપવા તંત્રની સૂચના

સિદ્ધપુરના શિક્ષણાધિકારીને નોટીસ આપવા તંત્રની સૂચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીપીઓએ પ્રા.શિક્ષકોને પ્રિસાઇડીંગને બદલે પોલીંગમાં મૂકવા તંત્રમાં રજૂઆત કરી હતી

સિદ્ધપુરતાલુકાના 48 પ્રાથમિક શિક્ષકોને પ્રિસાઇડીંગના બદલે પોલિંગ ઓફિસર તરીકે મુકવા માટે સિદ્ધપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ચૂંટણી અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. જેને ગંભીરતાથી લઇ નાયબ ચૂંટણી અધિકારી દ્વારા તેમની રજૂઆતને ગેરવ્યાજબી ગણાવીને તેમને નોટીસ આપવા માટે ચૂંટણી અધિકારીને સૂચના આપી છે.

વિધાનસભા ચૂંટણીમાં ફકત પ્રાથમિક શિક્ષકોને પ્રિસાઇડીંગના હુકમો કરવામાં આવેલા છે. પરંતુ ઘણા શિક્ષકોને કામગીરીનો કોઇ અનુભવ નથી. ભૂતકાળમાં કામગીરી હાઇસ્કૂલના શિક્ષકોને સોંપવામાં આવતી હતી. તો વખતે પણ પ્રાથમિકના બદલે હાઇસ્કૂલના શિક્ષકોને આપવી અને પ્રાથમિકના જુનિયર શિક્ષકોને પ્રિસાઇડીંગના બદલે પોલીંગમાં મૂકવા તેવી સિદ્ધપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ચૂંટણી અધિકારીને રજુઆત કરતાં નાયબ ચૂંટણી અધિકારીએ તેમની ગેરવ્યાજબી રજૂઆતને પગલે નોટીસ આપવા માટે ચૂંટણી અધિકારીને સૂચના આપી છે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...