શાળા-કોલેજો, જનજીવન રાબેતા મુજબ બન્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં તાજેતરના હવામાન પલટા બાદ ગુરુવારે વાદળો વિખરાયા હતા અને આકાશ ખુલ્લું થઇ જતાં તાપમાનમાં વધારો થતાં . તેમજ વાવાઝોડાની અસરથી સર્જાયેલ ડામાડોળ વાતાવરણ પણ ફરીથી સ્થિર થયું હતું. જેમાં જનજીવન પુર્વવત બન્યું હતું. શાળા કોલેજો નિયત રીતે ચાલી હતી. બજારમાં રફતાર પકડાઇ હતી અને માર્કેટયાર્ડ પણ ફરી ધમધમતું થયું હતું. જેને લઇ કપાસની હરાજી પણ ચાલુ થઇ શકી હતી.

શહેર જિલ્લામાં બુધવારે શીતલહેર ચાલુ રહી હતી. જેમાં મહત્તમ તાપમાન 19 અને લધુત્તમ તાપમાન 20 ડીગ્રી રહ્યું હતું પણ ગુરુવારે દિવસે તાપમાન વધીને 27 ડીગ્રી થયું હતું. જ્યારે લઘુતમ તાપમાનમા 2 ડીગ્રીના વધારા સાથે પારો 18 ડીગ્રી થયો હતો. જેના લીધે જનજીવન ધમકતું થયું હતું. માર્કેટયાર્ડમાં કપાસની આવક થતા હરાજી ફરીથી શરુ કરી શકાઇ હતી. ચાલુ મહિનામાં ફરીથી અાગામી રવિવાર સુધીમાં તાપમાન 29 ડીગ્રી થશે. ચાલુ માસે 14 ડિસેમ્બરે લધુત્તમ તાપમાન 7 થી 10 ડીગ્રી થવાના વર્તારા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...