તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં હીરાઉદ્યોગ ઠપ્પ, 3000 રત્નકારની રોજીરોટી પડી ભાગી

પાટણમાં હીરાઉદ્યોગ ઠપ્પ, 3000 રત્નકારની રોજીરોટી પડી ભાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં હિરાઉદ્યોગ બીલ કુલ ઠપ થઇ જતા છેલ્લા એક માસથી રત્ન કલાકારો રોજી રોટી વગર બેકાર થઇ ગયા છે. તેના કારણે તેમણે ખેતી પશુપાલન કડીયા કામ જેવા મજુરી કામો કરીને પેટીયુ રડી રહ્યા છે. હવે ઉદ્યોગ ક્યારે શરૂ થશે તેની રાહ જોઇ રહ્યા છે

રળીયાત નગર અને જલારામ મંદિર નજીક 60 જેટલા હીરાના કારખાના ચાલી રહ્યા છે. તેમજ 3 હજાર જેટલા રત્ન કલાકારો કામ કરે છે. કારખાનાઅોમાં સુરત, નવસારી સહિત મોટા શહેરમાંથી આગડીયા માફરતે હીરાનો કાચો માલ આવે છેે. તે અહીં રત્ન કલાકારો મારફતે તૈયાર કરીને આગડીયા માધ્યમથી પરત મોકલવામાં આવે છે. રૂપિયા 500 અને 1000 નોટ બંધ થયા બાદ આંગડીયા સર્વિસ બંધ થતા બેન્કોમાંથી મર્યાદિત રોકડ આપવામાં આવતી હોવાથી દિવાળી પછી હીરાના કારખાના બંધ પડ્યા છે. જેના કારણે રત્ન કલાકારોની રોજી રોટી પડી ભાગી છે.

અન્ય સમાચારો પણ છે...