તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના ડેરમાં પડોશીઓ વચ્ચે મારામારી, 4ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણતાલુકાના ડેર ગામે સીમમાં રહેતા ઠાકોર શખ્સો વચ્ચે તમાકુના ખેતરમાં નુકશાન કરવા અને અન્ય કારણસર ઝગડો થતાં મારામારી સર્જાઇ હતી જેમાં ચાર માણસોને ઇજાઓ થવા પામી હતી. જે અંગે બાલીસણા પોલીસ મથકે સામસામી ફરીયાદો નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

ડેર ગામની સીમમાં ઠાકોર ચમનજી ખેંગારજીએ તેમના તમાકુના ખેતરમાં નુકશાન કરવા અંગે ઠપકો આપતાં ઠાકોર અમરસંગ જેશળજી, પ્રભાતજી ધૂળાજી અને સતરાજી જવાનજીએ લાકડી ધોકા ધારીયા વડે હુમલોકરતાં ચમનજી વગરેને ઇજાઓ થઇ હતી.જે અંગે તમામ શખ્સો સામે બાલીસણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જ્યારે સામાપક્ષની ફરીયાદ મુજબ જીવતીબેન અમરસંગ જેશળજી ગોગા મહારાજના મંદિરે બાધા કરવા ગયેલ હતા તે વખતે ચમનજી ખેંગારજી, મુકેશજી ચમનજી, પસીબેન ચમનજીઅને. રમિલાબેન મુકેશજીએ લાકડી ધારીયું પાઇપ જેવા હથીયારથી જીવતીબેન વગરેને મારમારી જાનથી મારવાની ધકધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...