તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં વોઇસ ફેસ્ટીવલ ઓફ પાટણ સ્પર્ધા શરૂ થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનીનામાંકીત સંસ્થા ધ્વની સંગીતના ઉપક્રમે સંગીત ક્ષેત્રની પ્રતિભાઓને બહાર લાવવા માટે વોઇસ ફેસ્ટીવલ ઓફ પાટણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.આઠ તબક્કાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજકક્ષા શ્રેણીમાં સ્પર્ધા દોઢેક મહિના સુધી ચાલશે જેમાં ઇનામો, શિલ્ડ, સર્ટીફીકેટ, વિડીઓ, આલ્બમ, વિશેષ તાલીમ વગેરેની જાહેરાત કરવામાં આવી હતી.

શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે ધ્વની સંગીત પરિવારનો સૂર દીપોત્સવ સ્નેહ મિલન સમારંભ પ્રમુખ નિલેશ રાજગોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સમગ્ર પાટણ જિલ્લાની શાળાઓ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની તમામ કોલેજોને સાંકળી લેતી સ્પર્ધા ક્રિષ્ના ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને તપોવન સ્કૂલના સહયોગથી યોજાશે.

પ્રસંગે સર્વે નિલેશ રાજગોર, લાલેશ ઠક્કર, ક્રિષ્ના સ્કૂલના અમિતભાઈ પટેલ, રાજ મહારાજા,કમલ ચંદારાણા,સમ્યક પારેખ , અશોકભાઈ વ્યાસ,રાજેશ રાવલ દ્વારા પાટણ આઈડલના વિજેતાઓ કુ. શીખા નાયક,કુ.વૈશાલી સિંધવ તેમજ કુ.શ્રુતિ ત્રિવેદીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...