• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં મતદાન મહાદાન વિષય પર મેગા ચિત્ર હરીફાઈ

પાટણમાં મતદાન-મહાદાન વિષય પર મેગા ચિત્ર હરીફાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજના કેમ્પસના મ્યુઝિયમ હોલમાં આજે સ્પર્ધા યોજાશે

પ્રજામાંમતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી-પાટણ તથા રોટરી કલબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે મતદાન-મહાદાન વિષય ઉપર મેગા ચિત્ર હરીફાઈ પાટણ કોલેજના કેમ્પસના મ્યુઝિયમ હોલમાં આજે બપોર 2 કલાકે યોજવામાં આવશે.

તેમાં વિભાગ-1 માં ધોરણ 1 થી 4 નાના બાળકો, વિભાગ-2 માં ધોરણ 5 થી 8 ના બાળકો, વિભાગ-3માં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, વિભાગ-4 માં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ(21 વર્ષ સુધી) અને વિભાગ-5 માં ખુલ્લો વિભાગ (21 વર્ષથી ઉપરના બધા) ચિત્ર સ્પર્ધામાં ભાગ લઇ શકશે. ચિત્ર સ્પર્ધામાં ભાગ સ્પર્ધકોને સ્થળ પરથી કાગળ આપવામાં આવશે. ચિત્રકામ માટે કાગળ સિવાયની તમામ ચીજવસ્તુઓ ઘરેથી સાથે લાવવાની રહેશે. ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. દરેક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમ આવનારને પ્રમાણપત્રો તથા પારિતોષિકથી સન્માનિત કરાશે.

રજીસ્ટ્રેશન સંપૂર્ણ રીતે ફ્રી છે. દરેક શાળામાંથી વધુમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે આવકાર્ય છે. શાળાઓએ વિદ્યાર્થીઓની નામની યાદી સાથેની વિગત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ ખાતે રૂબરૂમાં અથવા પ્રોજેકટ ચેરમેન ઝેડ.એન.સોઢા મોબાઇલ નંબર 99245 56101 ઉપર ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...