• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જિલ્લામાં બાળકો, સગર્ભાઅો માટે ખાસ રસીકરણ અભિયાન

જિલ્લામાં બાળકો, સગર્ભાઅો માટે ખાસ રસીકરણ અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | જિલ્લાનાઆરોગ્ય વિભાગ દ્વારા ખાસ રસીકરણ અભિયાન અંતર્ગત ત્રીજી વખત 7 થી 14 ડિસેમ્બર સુધીમાં તમામ 0-2 વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણથી અાવરી લેવામાં આવશે. બાળકોને ટી.બી., પોલિયો, પંચગુણી, ઓરીની રસીનો પ્રથમ ડોઝ, ડીપીટી, ઓરીનો બીજો ડોઝ , સગર્ભા માતાઓને ધનુરની રસી અપાશે. 5 વર્ષના બાળકોને 7 વાર રસીકરણ કરી 12 ઘાતક રોગોથી રક્ષણ કરી શકાશે. અભિયાનનો મુખ્ય હેતુ બાળ અને માતા મરણમાં ઘટાડો લાવવાનો છે. ત્રીજા રાઉન્ડમાં જિલ્લામાં ઇંટોના ભઠ્ઠા, બાંધકામ સાઇટો, છુટા-છવાયા વિસ્તારો અન્ય વિસ્તારોમાં 86 રસીકરણ કરાશે. જેમાં 69 માતાઅો અને 270 બાળકોને અાવરી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...