• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હારીજમાં શાકમાર્કેટ હોઈ વેપારીઓ જાહેરમાં બેસી શાકભાજી વેચે છે

હારીજમાં શાકમાર્કેટ હોઈ વેપારીઓ જાહેરમાં બેસી શાકભાજી વેચે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢીયારનાખેડૂતોને શાકભાજીના વાવેતર માટે પ્રોત્સાહન મળે, ખેડૂત વધારે ઉપજ મેળવી શકે તેમજ વેપાર કરનારાને પણ ફાયદો થાય તે માટે સમી અને હારીજમાં સારા શાકમાર્કેટની આવશ્યકતા ઉભી થઈ છે. વઢીયાર વિસ્તારમાં બહોળી જમીનો છે તેથી શાકભાજીની ખેતી વૃધ્ધિ માટેની ઘણી શક્યતાઓ રહેલી છે તેવો મત વ્યકત થઇ રહ્યો છે.

સમી હારીજ વિસ્તારમાં નર્મદાના પાણી ફરતા થતાં ખેડૂતો માટે ચીલાચાલુ ખેતીમાંથી બહાર આવીને બાગાયત ખેતી, શાકભાજી જેવી રોકડીયા ખેતી વાવણી કરવાની શક્યતાઓ નિર્માણ પામી છે પણ સમી અને હારીજમાં શાકભાજીની ખુલ્લી હરાજી થતી નથી. જેના કારણે વાવણી કરનાર ખેડૂતોને હારીજ હાઇવેથી બજાર તરફ જતા રસ્તા પર જાતે વેચાણ અર્થે બેસીને શાકભાજીનો વેપાર કરવો પડે છે અથવા અન્ય દુકાનદારોને દલાલી આપી પોતાની શાકભાજી વેચાણ કરવી પડી રહી છે. ખેડૂતોને વેપાર કરવા માટે શાકભાજીનું માર્કેટયાર્ડ નહીં હોઇ મુશ્કેલી પડે છે. જેની અસરથી વિસ્તારમાં શાકભાજીનું વાવેતર પણ નહિવત પ્રમાણમાં થાય છે. હવે પાણીની સગવડ થઈ છે અને વિસ્તારના ખેડૂતો પાસે બહોળી જમીનો છે છતાં મોટાભાગનો શાકભાજીનો જથ્થો મહેસાણા, પાટણ, ડીસા,થરા અને કોઈ સીઝનમાં અમદાવાદથી લાવવો પડે છે.

હારીજના ખેડૂત બળદેવભાઇ ઠાકરે જણાવ્યું કે સમી, શંખેશ્વરના લીલા શાકભાજીના છુટક વેપારીઓ હારીજ ખરીદી કરવા આવે છે જે શાકભાજી મહેસાણા, અમદાવાદ, પાટણ, થરા, ડીસાથી આવતા હોઇ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ચડવાથી શાકભાજી મોંઘા થઈ જાય છે. અહીં યાર્ડની સુવિધા થાય તો વેપારીઓ-ખેડૂતો બંનેને ફાયદાકારક બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...