• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ધારાસભ્ય રોકાયા પણ સહી કરી, સિવિલ શરૂ કરવાની માંગ કરી

ધારાસભ્ય રોકાયા પણ સહી કરી, સિવિલ શરૂ કરવાની માંગ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલની સેવાઓ પૂરતી સુવિધાઓ સાથે પુન:ધમધમતી બનાવવા છેલ્લા 122માં સોમવારે સિવિલ બચાવો સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન સિવિલ પાસેથી પ્રચાર અર્થે પસાર થઇ રહેલા પાટણના ધારાસભ્ય અને વિધાનસભાના ઉમેદવાર રણછોડભાઇ દેસાઇને બોલાવાતાં થોભ્યા જરૂર હતા પણ અભિયાનમાં સહિ કરી નહોતી. તેમના વલણને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે વખોડી કાઢયું હતું.

સોમવારે સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે સિવિલ બચાવો સહિ ઝુંબેશના 122માં સોમવારના આયોજિત કાર્યક્રમ દરમિયાન રણછોડભાઇ દેસાઇ અને સાથે રહેલા ભાજપના એકપણ કાર્યકર્તાએ પણ સિવિલ બચાવો સહી ઝુંબેશમાં સહિ કરી હતી. લાલેશ ઠક્કરે જણાવ્યું કે સિવિલનો પ્રશ્ન લોકોની સેવા માટેનો છે તેને હલ કરવામાં મદદ કરવી ધારાસભ્યની ફરજ બને છે. ધારપુરમાં મેડિકલ કોલેજ બની છે તેને અમે પણ અાવકારીઅે છીઅે પણ શહેરની સિવિલ હોસ્પિટલ પણ સેવાઓ ચાલુ રાખવી જોઇએ તેને અર્બન હેલ્થ સેન્ટર બનાવી દેવાયું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર ,ભુરાભાઇ સૈયદ, અકુભાઇ શેખ, બળદેવભાઇ ઠક્કર, સુમિત રાઠોડ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...