• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં કોંગ્રેસ દ્વારા નલિયા કાંડના અપરાધીઓના પૂતળાનું દહન કરાયું

પાટણમાં કોંગ્રેસ દ્વારા નલિયા કાંડના અપરાધીઓના પૂતળાનું દહન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લાના નલિયા ખાતે એક મહિલા સાથે ભાજપના હોદ્દેદારો સહિતના શખ્સો ધ્વારા કરાયેલા દુષ્કર્મની ઘટના લઇ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે શુક્રવારના રોજ સવારે પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા સુત્રોચ્ચાર સાથે દેખાવો કરી ભાજપના સંડોવાયેલા હોદ્દેદારોના પૂતળાનું દહન કરાયુ હતું.

તાજેતરમાં નલિયા ખાતે એક મહિલા ધ્વારા પોલીસ ફરિયાદ આપી તેની સાથે ભાજપના કેટલાક હોદ્દેદારો અને અન્ય શખ્સોએ દુષ્કૃત્ય કર્યુ હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસે ત્રણથી ચાર શખ્સોની અટકાયત કરી હતી. પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ ધ્વારા બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને બગવાડા દરવાજા ખાતે સૂત્રોચ્ચાર અને દેખાવો સાથે બનાવમાં સંડોવાયેલા ભાજપના હોદ્દેદારોના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઇ ઠકકર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોકીલાબેન પરમાર ,પાલીકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, અશ્વિન પટેલ, રણજીત ઠાકોર, ભાવેશ ગોઠી સહિત કોગ્રેંસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...