તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જંગરાલમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખસો ઝડપાયા

જંગરાલમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખસો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંગરાલગામે તળાવની પાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પાટણ એલસીબી પોલીસે રેડ કરતા રોકડ રકમ સહિત ચાર શખસો ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે રવિવારે બપોરે હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી પાટણ એલસીબી પોલીસને મળી હતી. જેના પોલીસે રેડ કરતા જંગરાલ ગામે પાણીની ટાંકી પાસે તળાવની પાળ ઉપર જાહેરમાં ગેરકાયદેસર જુગાર રમતા સાહિત્ય સાથે રોકડ રૂ.4140 મુદ્દામાલ સાથે ચાર શખસો ઝડપી પાડ્યા હતા. તેઓએ શખસ વિષ્ણુ ચંદનજી ઠાકોર રહે.બોરસણ, પ્રહલાદજી અમ્રતજી ઠાકોર રહે.જંગરાલ, ઠાકોર કરશનજી મણાજી રહે.કનોડા અને ઠાકોર પ્રભાતજી ગોવાજી રહે.જંગરાલ સામે વાગડોદ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...