તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ સેલની ઓફિસનો પ્રારંભ

પાટણમાં ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ સેલની ઓફિસનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગવર્મેન્ટએપ્રુવ એનજીઓ સંસ્થા ક્રાઇમ એન્ડ કરપ્સન કન્ટ્રોલ એસની ગુજરાતભરમાં 28 જેટલી ઓફિસ કાર્યરત છે. ત્યારે રવિવારના રોજ પાટણ જિલ્લાની ઓફિસનો વિવિધ શુભારંભ ભદ્દ કચેરીના સૃષ્ટી પ્લામી ખાતે કરવામાં આવ્યો હતો.

ક્રાઇમ અને કરપ્શનને અટકાવવા કાર્યરત કરાયેલી ગવર્મેન્ટ એપ્રુવ એનજીઓ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશ ગુપ્તાએ જણાવ્યુ કે સંસ્થા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખી ક્રાઇમ અને કરપ્શનના વધતા જતાં પ્રમાણને અટકાવવાના પ્રયાસો રૂપે સંસ્થા કામગીરી કરે છે. પાટણ જિલ્લામાં પણ આવી પ્રવૃત્તિઓને અટકાવવામાં સંસ્થા ખુબ ઉપકારક નિવડશે તેવી આશા વ્યકત કરી હતી. પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કલ્પેશ અાચાર્ય, ઉ.ગુ. લીગલ સેલ પ્રમુખ સહીદખાન પઢાણ, પાટણ જિલ્લા ડિરેકટર હાઝી ઇબ્રાહીમ કુરેશી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...