• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચૂંટણી પંચની સુચનાથી લીડ બેંક દ્વારા તમામ બેંકો સાથે સંકલન કરીને રોજેરોજ મોટા વ્યવહારોની નોંધ લ

ચૂંટણી પંચની સુચનાથી લીડ બેંક દ્વારા તમામ બેંકો સાથે સંકલન કરીને રોજેરોજ મોટા વ્યવહારોની નોંધ લેવાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ સહિતની વિવિધ બાબતો પર ચૂંટણી પંચ દ્વારા નિયંત્રણ મૂકવામાં આવેલું છે. ત્યારે પાટણ જિલ્લાનું ચૂંટણી તંત્ર દ્વારા બેન્કોમાં થતાં આર્થિક વ્યવહારો પર ઝીણવટ ભરી નજર રાખવામાં આવી રહી છે.

ચૂંટણી પંચની ગાઇડ લાઇન પ્રમાણે ચૂંટણી તંત્ર દ્વારા પાટણ જિલ્લા કક્ષાએ ખર્ચ નિયંત્રણ સેલની રચના કરવામાં આવેલી છે અને સેલની ટીમ મારફતે ઉમેદવાર સહિત આમજનતા દ્વારા ચૂંટણી સમયગાળા દરમ્યાન બેન્કો મારફતે થતાં આર્થિક વ્યવહાર પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં છેલ્લા બે માસ દરમ્યાન કોઇ જમા કે ઉપાડ થતો હોય તેવા બેન્કના ખાતામાંથી ચૂંટણી સમય દરમ્યાન એક લાખથી વધુ રોકડનો ઉપાડ કે જમા થાય છે કે કેમ, બેન્કના કોઇ એક ખાતામાંથી અન્ય વ્યકિતઓના ખાતાઓમાં આરટીજીએસ (રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા અસામાન્ય રકમની તબદીલી થાય છે કે કેમ, ઉમેદવાર કે તેના વિવાહિત સાથી તેમજ તેના આશ્રિતના ખાતામાંથી રૂ.1 લાખથી વધુની રોકડની ઉપાડ કે જમા થાય છે કે કેમ ઉપરાંત બેન્કના કોઇ પણ એકાઉન્ટમાંથી રોકડ રકમની ઉપાડ થાય છે કે નહિ તે તમામ બાબતો પર ચૂંટણી તંત્ર બેન્ક એકાઉન્ટો પર સર્ચ કરી રહ્યું છે. સર્ચ દરમ્યાન શંકાસ્પદ આર્થિક વ્યવહારો તંત્રના ધ્યાને આવશે તો ઇન્કમટેક્સ મારફતે તેનું ઊંડાણ પૂર્વક તપાસ કરાશે

12 ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ

ચૂંટણીમાંરાજકીય વ્યકિતઓ દ્વારા રોકડ કે અન્ય કોઇ વાંધાજનક વસ્તુઓની હેરાફેરી થાય છે કે કેમ તેની તપાસ માટે પાટણ જિલ્લામાં 12 સ્થળો પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. અને સતત વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...