તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • યુનિ.ના 6 સેનેટ સભ્યોની ચૂંટણી 5 જિલ્લાના 27 મત કેન્દ્રો ઉપર યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ના 6 સેનેટ સભ્યોની ચૂંટણી 5 જિલ્લાના 27 મત કેન્દ્રો ઉપર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિ.ના 40 સેનેટ સભ્યોની ચૂંટણીમાં વિવિધ વિભાગોના 29 સેનેટ સભ્યો બિન હરિફ ચૂંટાઇ આવ્યા હતા તો પાંચ સેનેટ સભ્યોના ફોર્મ ચકાસણી દરમિયાન રદ થતા તે વિભાગના સેનેટ સભ્યોની ચૂંટણી મુલત્વી રાખી બાકી રહેતા વિવિધ વિભાગના 6 સેનેટ સભ્યોની ચૂંટણી 12 ઉમેદવારો વચ્ચે આગામી તા.19 મી ડિસેમ્બર ના રોજ પાંચ જિલ્લાના 27 મતદાન કેન્દ્રો ઉપર યોજાનાર હોય જેને લઇ યુનિ.ના ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

યુનિ.ના 6 સેનેટ સભ્યોમાં ગર્વનીંગ બોડી 2 બેઠકો માટે 4 ઉમેદવારો કોલેજોના આચાર્યોની બે બેઠકો માટે 3 ઉમેદવારો બિન શૈક્ષણિક વર્ગની 1 બેઠક માટે ત્રણ ઉમેદવારો તેમજ હેડ માસ્તરની 1 બેઠક માટે બે ઉમેદવારોની યોજાનારી ચૂંટણીને યુનિ.દ્વારા સુલેહ શાંતિ સાથે કાયદો વ્યવસ્થા જળવાઇ તે માટે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કલેકટર અને નાયબ પોલીસ અધિક્ષકને લેખિતમાં જાણ કરવામાં આવી છે. જ્યારે પાંચ જિલ્લાના 27 મત કેન્દ્રો પર જરૂરી ચૂંટણી લક્ષી સાહિત્ય મતપેટીઓ તેમજ અન્ય સામગ્રી મોકલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું ચૂંટણી શાખાના રામુભાઇ પટેલ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો