તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટણમાં ભેંસો ચરાવવા જઇ રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતાં ફેક્ચર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ભેંસો ચરાવવા જઇ રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતાં ફેક્ચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના જીમખાના સામે રહેતા ભરવાડ શિવાભાઇ રૂપાભાઇ (17) શુક્રવારની સવારે પોતાની ભેંસોને લઇ ચરાવવા માટે મોતીસા દરવાજાથી સાંઇબાબા મંદીર તરફ જઇ રહ્યા હતા. ત્યારે હારીજ તરફ જઇથી પુરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે તેઓને ટક્કર મારી રોડ ઉપર પછાડી પગના ભાગે ફેક્ચર કરી પોતાનું બાઇક લઇ નાસી છુટયો હતો. ઇજાગ્રસ્ત શિવાભાઇને તેમના કુંટુબના મહાદેવભાઇ ભરવાડ સહિતના લોકો તાત્કાલિક સારવાર અર્થ રીક્ષામાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માત સર્જા ભગત છુટેલા બાઇક ચાલકને આગળ જતાં બીજો અકસ્માત નડ્યો હોય જેને પણ સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યુ હતું જો કે અકસ્માતની પોલીસ દફતરે ફરીયાદ કરી હોવાનું જાણી શકાયૂ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો