સિદ્ધપુર પંથક પાણીથી તરબોળ થયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર પંથક પાણીથી તરબોળ થયો

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેર સહિત તાલુકા અને પંથકમાં રવિવારે સવારથી અવિરત વરસાદ ચાલુ રહેતા સમગ્ર પંથકમાં પાણીની ચાદર પથરાઇ ગઇ હતી જેમાં શહેરમાં ઠેરઠેર નીચાણના ભાગે પાણીનો ભરાવો થઇ જતા પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ હતી. શહેર અને પંથકમાં રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ થયો હતો 12 કલાક બાદ પણ વધુ 3 ઇંચ વરસાદ થતા શહેરમાં રૂષિ તળાવ, પેપલ્લા તળાવ લક્ષ્મી માર્કેટ સિધ્ધેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.તાલુકાના કાલેડા કલ્યાણા નાંદોત્રી ઠાકરાસણ સહીતના ગામોમાં પાણીનો ધોધ દોડતાં થયો હતો. વરસાદના લીધે વેપાર રોજગારને ભારે અસર થઇ હતી. તાલુકાના કાલેડામાં ભારે વરસાદના પગલે ખારોવાહો નદીમાં ભરચક પાણી આવતા કાલેડા-કાતરાનો વાહનવ્યવહાર તૂટ્યો હતો. /નિરંજન ઠાકર

અન્ય સમાચારો પણ છે...