• Gujarati News
  • પાલિકાની આજે સામાન્ય સભા, બીજી તરફ ચૂંટણી તૈયારીઓ

પાલિકાની આજે સામાન્ય સભા, બીજી તરફ ચૂંટણી તૈયારીઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના હદ વધારાના પ્રાથમિક જાહેરનામા બાદ તે વિસ્તારને આવરી લઇને ચૂંટણી લડવા ઉત્સુક ભાજપ, કોંગ્રેસના કાર્યકરો તૈયારી કરવા લાગ્યા છે. માહોલમાં મંગળવારે નગપાલિકામાં મળનાર સામાન્ય સભામાં અધૂરા વિકાસ કામોને આવરી લેવાની તેયારી કરવામાં આવી છે. જ્યારે ડ્રેનેજ લાઇનમાં અવાર નવાર ફરિયાદોનો મુદ્દો ગરમાશે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

શહેરમાં નગરપાલિકાની ચૂંટણીઓ સંભવત આગામી ઓક્ટોબરમાં આવશે તેવા અણસાર સાથે રાજકીય ગતિવિધઓ શરૂ થઇ છે. દરમ્યાન હવે પાલિકાની બે સભા યોજાય તેમે છે. જેમાં મંગળવારે મળનાર સભામાં ખાસ કરીને પાણીની પાઇપલાઇનો, રસ્તાના અધૂરા કામોને આવરી લેવામાં આવશે. બીજી તરફ ચૂંટણીનુ વર્ષ હોઇ વિપક્ષ પણ વિવિધ મુદે સત્તાધિશો સામે સવાલો ખડા કરશે ત્યારે સભા માં ગરમાવો રહેવાના સંકેતો સાપડ્યા હતા.

બીજી તરફ ભાજપ કે કોંગ્રેસમાંથી આગામી ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે ભલે હજુ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ ચૂંટણી લડવા ઉત્સુકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને વોર્ડ વિસ્તારમાં લોકોના સંપર્ક સાથે કામો સમેટવા લાગ્યા છે.