• Gujarati News
  • યુનિવર્સિટી દ્વારા BSC સેમેસ્ટર 2 અને 4નું પરીણામ જાહેર થયું

યુનિવર્સિટી દ્વારા BSC સેમેસ્ટર 2 અને 4નું પરીણામ જાહેર થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએસસીના પરીણામમાં વિલંબ થતા આગળ અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. જે અંગેની રજૂઆતના અઠવાડીયામાં સોમવારે સેમેસ્ટર2અને 4નું પરીણામ જાહેર કરી વેબસાઇટ પર મૂકવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા માર્ચ, એપ્રિલમાં પરીક્ષા લેવાયા બાદ બી.એસ.સી સેમેસ્ટર 2 અને 4નું પરીણામ જૂન મહિના સુધી જાહેર કરવામાં આવતા એટીકેટીના વિદ્યાર્થીઓ આગળ, બી.એડ સહિતની વિવિધ બ્રાન્ચમાં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયામાંં અટવાયા હતા. જેને પગલે એબીવીપી દ્વારા યુનિના કુલપતિ સમક્ષ સત્વરે પરીણામ આપવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. બાદમાં સોમવારે કા.પરીક્ષા નિયામક જી.જે.ઠક્કર દ્વારા બંન્ને સેમેસ્ટરનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં બી.એસ.સી સેમેસ્ટર2નું 60.88 ટકા અને સેમેસ્ટર 4નું 61.88 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર 2માં અંદાજે 15 હજાર અને સેમેસ્ટર 4માં 8 હજાર વિદ્યાર્થીઓના પરીણામ યુનિની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓના ડબલ્યુ 103 હેઠળ પરીણામ અનામત આવ્યા છે તેવા વિદ્યાર્થી વેબસાઇટ પરથી માર્કશીટની કોપી કાઢી તેમના અગાઉના ...અનુસંધાનપાન 8

યુનિવર્સિટી દ્વારા

સેમેસ્ટરનીપાસ કરેલ માર્કશીટ કોપી સાથે યુનિમાં અરજી કરવાની રહેશે ત્યાર પછી સત્વરે તેમના અનામત રાખેલ પરીણામ આપવામાં આવશે એમ કા.પરીક્ષા નિયામક ર્ડા.જી.જે.ઠક્કરે જણાવ્યું હતું.