તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ભાજપ મહામંત્રી જિલ્લા પ્રમુખના ઘરને ઘેરવાનો પ્રયાસ નિષ્ફળ

ભાજપ મહામંત્રી-જિલ્લા પ્રમુખના ઘરને ઘેરવાનો પ્રયાસ નિષ્ફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં પોલીસે પહેલા કોંગ્રેસીઓને દોડાવ્યા,પછી વારાફરતી 31ને પકડ્યાં

નોટબંધીબાદ લોકોને પડતી હાલાકીનો સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે રવિવારે પાટણ શહેરમાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રદેશ ભાજપ મંત્રી કે.સી.પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ ઘરનો ગેરાવો કરવાનો પ્રયાસ કરીને દેખાવો કયાં હતા. પરંતુ પોલીસ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત 31 કાર્યકરોને પકડીને ડીટેઇન કરી લીધા હતા.

ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલના ઘર પાસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ દેસાઇ, જિલ્લા આરોગ્ય સમીતીચેરમેન વિનુભાઇ પ્રજાપતિ, અલ્કેશભાઇ દેસાઇ,ભાવેશભાઇ ગોઠી,સૌરાબજી ઠાકોર સહિતના આગેવાનોએ સાજીયા ગાઇને દેખાઓ કર્યા હતા.

દરમ્યાન કિલ્લે બંધીમાં ગોઠવાયેલી પોલીસે કાર્યકરોને પકડીને પોલીસ વાન બેસાડી દેવાયા હતા જ્યારે બીજીબાજુ ગાર્ડન હોટલના પાછળના ભાગે તિરૂપતી ટાઉન શિપમાં પ્રદેશભાજપ મહામંત્રી કે.સી.પટેલ ના ઘરનો ઘેરાવો કરવા માટે યુથ કોંગ્રેસના કાર્યકરો ભાવિક રામી, ભરતભાઇ ભાટીયા સહિતના કાર્યકરોએ પ્રયાસ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે પકડદાવ ખેલાયો હતો અને કાર્યકરોએ પોલીસને સોસાયટીના ગેટ સુધી દોડાવી હંફાવી દિધી હતી. છેવટે સોસાટીનો ગેટ પોલીસ દ્વારા બંધ કરી કાર્યકરોને પ્રદેશમહામંત્રીના ધર સુધી પહોચતા અટકાવ્યા હતા. અને તેઓને ડીટેનકરી પોલીસ વાન મારફતે પાટણ તાલુકા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

પાટણમા યુથકોગેસ દ્રારા ભાજપનામહામત્રી કેસીપટેલનો ધેરાવો કરવા માટે આવેલ યુથકોગ્રેસના કાર્યકરોની પોલીસ પકડવા જતા દોડાદોડી.

અન્ય સમાચારો પણ છે...