સગીરાને ભગાડી જતા શખસો સામે ફરિયાદ નોંધાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરતાલુકાના મેમદાવાદ ગામની સીમમાં બુધવારે બપોરના અરસામાં પોપટભાઇ રણછોડભાઇ ઠાકોર મૂળ.નવાભીલોટની સગીરવયની ભાણીને સાંતલપુર તાલુકાના દહિસર ગામનો ઠાકોર કિશનભાઇ કોરસીભાઇ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.

બાબતે ઠપકો આપતાં ઠાકોર કોરસીભાઇ મગનભાઇ ઠાકોર મગનભાઇ રાયમલભાઇએ સગીરાના મામા પોપટભાઇ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીને પગલે તેમણે રાધનપુર તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બનાવને પગલે લોકોમાં ચકચાર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...