ટર્બોની ટક્કરે મોત થતા હંગામો,પથ્થરમારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાખોડીયારપુરામાં રહેતા ઠાકોર પરિવારનો યુવાન શુક્રવારે મજૂરી કામ કરીને સાયકલ પર પરત ઘરે જતા સિદ્ધપુર હાઇવે સર્કલ પાસે માતેલા સાંઢની જેમ આવતા રેતી ભરેલા ટર્બોએ ટક્કર મારતાં સાયકલચાલક યુવાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. બનાવને પગલે તરત ટર્બોચાલક ફરાર થઇ ગયો હતો જ્યારે આસપાસના લોકોનું ટોળુ એકત્ર થઇ આક્રોસમાં આવી પથ્થર મારી વાહનના કાચ તોડ્યા હતા.

પાટણના ખોડીયારપુરામાં રહેતા કીરણજી જીતાજી ઠાકોર(40) છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જે શુક્રવારે મજૂરીએથી બપોરે 12.30 વાગ્યના અરસમાં સાયકલ પર સિદ્ધપુર ચારરસ્તા સર્કલ આગળથી જતા હતા ત્યાં વળાંકમાં રેતી ભરેલા ટર્બો (જીજે02વીવી8570)ની ટક્કર સાયકલને વાગતાં કીરણજી પકટાયા હતા અને તેમને માથા તેમજ શરીરે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવને પગલે ભરચક રહેતા વિસ્તારમાં લોકોનું ટોળુ ટર્બો આગળ એકઠું થયું હતું અને યુવાનના મોતથી રોષે ભરાયેલા લોકોમાંથી ટર્બો પર પથ્થરો મારતાં આગળનો કાચ તેમજ હેડલાઇટનો કાચ તૂટી ગયો હતો. આડેધડ વાહન હંકારવાના મામલે લોકોમાં આક્રોશ હદે હતો કે સમયસર પોલીસ આવી હોત તો ટર્બો સળગી જાય તેવી સ્થિતિ ક્ષણવારમાં સર્જાઇ હતી.

જોકે નજીક જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન હોઇ જિલ્લા પોલીસવડા એ.જી.ચૌહાણ, ત્રણ પી.આઇ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને પોલીસે લાઠીઓ ઉગામીને લોકોને ખદેડ્યા હતા. બનાવ બાદ ટર્બો બી ડીવીઝન પોલીસ મથેક લઇ જવાયો હતો અને જીજે 02 વીવી 8570 નંબરના ટર્બોચાલક વિરુદ્ધ મૃતકના ભાઇ અરવિંદભાઇ જીતાજી ઠાકોરે ફરિયાદ નોધાવી હતી.યુવાનના મોત બાદ નજીકના ખોડીયાર પરામાંથી તેમના સંબંધિઓએ છોટાહાથીમાં મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલ લઇ જઇ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં મૃતકની પત્ની, માતા, બાળકોએ કલ્પાંત કર્યું હતું.

અગાઉ પણ અહીંયાં અકસ્માતમાં એકનું મોત થયું હતું

પાટણશહેરમાંહાઇવે સર્કલ પાસે બે વર્ષ પહેલા પણ એક સાયકલચાલક ઘરે જમવા જતાં હતા ત્યારે ટ્રકની ટક્કરથી તેમનું મોત થયું હતું. ત્યારે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા ચાલકો પર નિયત્રણ જરૂરી બન્યાનો સૂર લોકોમાં ઉઠ્યોહતો.

પરિવાર નિરાધાર થયો

કીરણજીઠાકોરસહિત ચાર ભાઇ હતા જે અગલ અલગ રહેતા હતા. જેમાં કીરણજી છૂટક મજૂરી કરતા અને તેમની પત્ની કૈલાશબેન લોકોના ઘરકામ કરી ત્રણ દીકરીઓ અને એક દીકરાનું ભરણપોષણ કરતાં હતા. ઘરમાં પરિવારની આજીવિકા કરનારનો જીવનદિપ બુઝાતા ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું.

પાટણના હાઇવે સર્કલે ટર્બો ટ્રકના ટાયર નીચે યુવાનની સાયકલ આવી જતાં બનાવને પગલે ભરચક રહેતા વિસ્તારમાં લોકોનું ટોળુ ટર્બો આગળ એકઠું થયું હતું/ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...