• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઉત્તર ગુજરાતની સાયન્સ કોલેજોમાં વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ

ઉત્તર ગુજરાતની સાયન્સ કોલેજોમાં વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-12સાયન્સનું પરિણામ જાહેર થતાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન 39 સાયન્સ કોલેજોને બીએસસી સેમેસ્ટર 1માં વિદ્યાર્થી પ્રવેશ માટે ડિવિઝન ફાળવી દેવામાં આવ્યા છે અને કોલેજોમાં પ્રવેશ ફોર્મનું વિતરણ શરૂ થતાં વિદ્યાર્થીઓનો ધસારો શરૂ થયો છે.

ઉત્તર ગુજરાતમાં યુનિ. સંલગ્ન સરકારી બે, ગ્રાન્ટેડ 9 મળી 11 કોલેજ છે અને બાકીની 29 જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે. જેમાં શરત પરિપાલન બાબતે કેટલીક કોલેજના અટકાવેલ ડિવિઝન પૈકી કેટલીક કોલેજને વિદ્યાર્થી પ્રવેશ માટે શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. તમામ કોલેજોમાં ડિવિઝન દીઠ 120 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. સેમસેસ્ટ 1માં પ્રવેશ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવાયું છે. પાટણની ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં બે દિવસમાં 380 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફોર્મ મેળવ્યા હતા.ઉત્તર ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ સાયન્સ 11 કોલેજના સેમેસ્ટર 1માં કુલ 2970 બેઠકોનો સમાવેશ થાય છે.

સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી પ્રવેશ માટેનું ડિવિઝન 120 બેઠકનું ફાળવાયું છે. મેનેજમેન્ટ બેઠકો સાથે અને ડિપ્લોમા ટુ ડિગ્રીની ત્રણ બેઠક ડિવિઝન દીઠ ફાળવાઇ છે ડિવિઝન દીઠ કુલ 130 બેઠકો પર કોલેજો પ્રવેશ આપી શકશે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડમાં મેનેજમેન્ટ બેઠકોની જોગવાઇ હોઇ 120 બેઠકનું ડિવિઝન રહેશે.

વિદ્યાર્થીઓની કતાર લાગવા માંડી /ભાસ્કર

યુનિ. સુચિત કોલેજોમાં ક્યાર સુધી પ્રવેશ પ્રક્રિયા

પ્રવેશફોર્મભરીકોલેજમાં જમા કરાવવાની છેલ્લી તારીખ : 11જૂન

પ્રથમમેરિટયાદી: 13 જૂન

સરકારી,ગ્રાન્ટેડમાંફી ભરી પ્રવેશ મેળવી લેવાની તારીખ : 13થી 16 જૂન

સેલ્ફફાઇનાન્સમાંફી ભરી પ્રવેશ મેળવી લેવાની તારીખ : 17થી 20 જૂન

કોલેજેબીજીપ્રવેશ યાદી પ્રસિધ્ધ કરવાની તારીખ : 22 જૂન

બીજીયાદીમાંપ્રવેશ મેળવી લેવાનો : 22થી 24 જૂન

જરૂરપડેત્રીજી યાદી : 25 જૂન

અન્ય સમાચારો પણ છે...