તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં ગંદાપાણી શુદ્ધિકરણનો રૂ. 8.50 કરોડનો પ્લાન્ટ તૈયાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ગંદાપાણી શુદ્ધિકરણનો રૂ. 8.50 કરોડનો પ્લાન્ટ તૈયાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીજજોડાણ મળતાં પ્લાન્ટ કાર્યરત થઇ જશે, ખેડૂતો સિંચાઇ માટે પાણી મળશે, જર્મન ટેકનોલોજી ઉપયોગનો પ્રથમ પ્લાન્ટ

પાટણશહેરમાં માખણીયા ઓક્સીડેશન પોન્ડમાં નિકાલ થતા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ રૂ.8.5કરોડના ખર્ચે તૈયાર થઇ ગયો છે. જે વીજ જોડાણ મળ્યા બાદ કાર્યરત થઇ જશે. પ્લાન્ટનું પાણી આસપાસના ખેતરોમાં સિચાઇ માટે આપવામાં આવનાર છે.

શહેરના માખણીયા વિસ્તારમાં રાજ્યના જીયુડીસી દ્વારા સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વર્ષમાં તૈયાર કરાયો છે. પ્લાન્ટ ઇન્ચાર્જ પ્રિતેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં જર્મન એસબીઆર ટેકનોલોજીના ઉપયોગ સાથેનો પાટણનો પ્લાન્ટ પ્રથમ છે. જ્યાં ગંદા પાણી સાથે આવતા મળને અલગ તારવી તેને ટ્રીટમેન્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરી શકાશે.પાલિકા પ્રમુખ જાગૃતીબેન પટેલે જણાવ્યું કે, વીજજોડાણની માંગણી કરાઇ છે. જે કાર્યવાહી સત્વરે પૂર્ણ થશે.

શહેરમાંથી રોજ 12 એમએલડી (મિલિયન લિટર પર ડે) ગંદુ પાણી માખણીયાના ઓક્સીડેશન પોન્ડમાં ઠલવાય છે. જ્યાંથી ડીઝલ ફાઇટર મશીનથી પાણી 32 ખેડૂતો ખેતીમાં ઉપયોગ કરે છે. જેમાં પાલિકાને પ્રતિ વર્ષ મશીન દીઠ વાર્ષિક રૂ.12 હજાર લેખે કુલ રૂ.4 લાખની આવક થાય છે.

25મિલિયન લિટર પાણીની ક્ષમતાનો પ્લાન્ટ છે

આગામી20 વર્ષની વસતીને ધ્યાને લઇને રોજ 25 એમએલડીની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવાયો છે. પ્લાન્ટથી અંદાજે 2.5 કિમી સુધી ઇરીગેશન કેનાલ સુધી પાઇપલાઇન નખાય તો વધુ ખેડૂતોને પાણીનો લાભ મળી શકે તેમ છે. વ્યવસ્થા માટે પાલિકા દ્વારા જીયુડીસીને પત્ર પણ લખાયો છે.

પાટણમાં પૂર્ણતાના આરે આવેલ ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ.

પાલિકાને વાર્ષિક 4 લાખથી વધુ આવક થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો