• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • દિવેલાનાં ભાવ ઉંચકાતાં સ્ટોકિસ્ટોને તડાકો : યાર્ડમાં 9000 બોરી આવક

દિવેલાનાં ભાવ ઉંચકાતાં સ્ટોકિસ્ટોને તડાકો : યાર્ડમાં 9000 બોરી આવક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટોકિસ્ટોને મણે રૂ.100 થી 150નો ચોખ્ખો ફાયદો થતો હોઇ નીચા ભાવે ખરીદેલા એરંડા વેચાણ માટે કાઢયા

પાટણમાર્કટયાર્ડમાં દિવેલાના ભાવ રૂ. 100થી 150 ઉંચકાયા બાદ સ્ટોકિસ્ટોને તડાકો પડી ગયો છે. નીચા ભાવે ખરીદેલો જથ્થો ભાવ ઉંચકાતાં સ્ટોકિસ્ટોએ વેચાણ માટે કાઢતા ગંજબજારમાં દિવેલાની આવક વધીને 9000 બોરીની થઇ ગઇ છે.

પાટણ જિલ્લામાં વખતે દિવેલાનું પુષ્કળ ઉત્પાદન થયું હતું. સિઝનમાં મે-જૂન માસ દરમ્યાન પાટણ માર્કેટયાર્ડમાં રોજની 20 હજાર જેટલી બોરીઓ આવતી હતી. જે મોટાભાગની ખેડુતોનો માલ આવતો હતો. પરંતુ તે વખતે દિવેલાનો ભાવ મણે 570 થી 600 આસપાસનો હતો. પરંતુ ખેડૂતોને આર્થિક જરૂરિયાતો રહેતી હોવાથી જે ભાવ મળે તે લઇને ખેડૂતો જથ્થો વેચાણ કરી દેતા હોય છે. ત્યારે કેટલાક વેપારીઓએ નીચા ભાવમાં દિવેલાની ખરીદી કરી જથ્થાનો સ્ટોક કરી દીધો હતો. બાદમાં સિઝન પૂર્ણ થતા ધીમે ધીમે યાર્ડમાં આવકો ઘટીને માત્ર 4000 થી 4500 બોરીની થઇ ગઇ હતી. પરંતુ હવે છેલ્લા દશેક દિવસથી ભાવ ઉંચકાઇને 730 થી 750ના થતા સ્ટોકિસ્ટોને તડાકો પડી ગયો છે. ભાવ ઉંચકાયા બાદ સ્ટોકિસ્ટોએ મોટા પ્રમાણમાં દિવેલાનો જથ્થો વેચાણ માટે કાઢતા માર્કટયાર્ડમાં દિવેલાની આવક વધીને 9000 બોરીની થઇ ગઇ છે તેવું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

વાવેતર ઘટતાં અને વરસાદ ઓછો પડતાં ભાવમાં વધારો

માર્કેટયાર્ડનાઅગ્રણી વેપારી સુમનભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સિઝનમાં ખેડૂતોને દિવેલાના ભાવ ઓછા મળ્યા હોવાથી વખતે દિવેલાનું વાવેતર ઘટ્યું છે અને બીજી બાજુ વાવેતર બાદ વરસાદ પણ ઓછો થયો છે, તેના કારણે ભાવ ઉંચકાયા છે.

બિનસિઝનમાં પણ ભાવની સાથે આવકો વધી

અન્ય સમાચારો પણ છે...