• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જિલ્લા આયોજન સમિતિની 20 બેઠકો માટે 15 ઓક્ટોબરે ચૂંટણી

જિલ્લા આયોજન સમિતિની 20 બેઠકો માટે 15 ઓક્ટોબરે ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
16 બેઠકો પર જિ.પંચાયતના સદસ્યો અને 4 બેઠકો પર 4 પાલિકાના સભ્યો 28મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

પાટણજિલ્લા આયોજન સમિતિની 20 બેઠકો માટે આગામી 15મી ઓકટોબરના રોજ યોજાનારી ચૂંટણીને લઇ જિલ્લામાં રાજકિય માહોલ ગરમાયો છે. જેમાં 16 બેઠકો પર જિલ્લા પંચાયતના સદસ્યો, જ્યારે ચાર બેઠકો પર પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ અને રાધનપુર પાલિકાના સદસ્યો ઉમેદવારી કરી શકશે.

પાટણ જિલ્લા આયોજન સમિતિની રચના કરવા માટે 25 બેઠકો ફાળવાઇ છે. જેમાં 5 બેઠકો સરકાર દ્વારા નિયુકત કરાઇ છે. જેમાં સમિતિના ચેરમેન તરીકે જિલ્લાના પ્રભારીમંત્રી, વાઇસ ચેરમેન પદે જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રો.વાઇસ ચેરમેન પદે કલેકટર અને મેમ્બર તરીકે ડીડીઓ તેમજ એક નિષ્ણાત વ્યકિતની નિમણૂંક કરાય છે. જ્યારે બાકીની 20 બેઠકોની 15મી ઓકટોબરે ચૂંટણી થશે. જેમાં 16 બેઠકો પર જિલ્લા પંચાયતના સદસ્યો અને 4 બેઠકો પર 4 નગરપાલિકાના સદસ્યો ઉમેદવારી કરશે. જેમાં જિલ્લા પંચાયતના 32 સદસ્યો અને 4 નગરપાલિકાના 146 મળી કુલ 178 સદસ્યો મતદાન કરશે. ચૂંટણી માટે 28 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 30 સપ્ટેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે. જ્યારે 3 ઓકટોબર બપોરે 3 કલાક સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 15 ઓકટોબરે સવારે 11થી 2 કલાક દરમિયાન ચૂંટણી થશે અને 17મી ઓકટોમબરે સવારે 9 કલાકથી મત ગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...