• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના સંડેર ગામે જાહેર માર્ગ પર 35 દબાણો સ્થળ તપાસમાં જણાયા

પાટણના સંડેર ગામે જાહેર માર્ગ પર 35 દબાણો સ્થળ તપાસમાં જણાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દબાણ દૂર કરવા નોટીસ આપવા સરપંચ , તલાટીને આદેશ

પાટણનાસંડેરમાં તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરાતા 35 જેટલા દબાણો જણાઇ આવતાં નોટીસ આપવા તજવીજ હાથ ધરી હતી.

પાટણના સંડેર ગામે ગઢવીવાસમાંથી પટેલ મોહલ્લા તરફ જવાના માર્ગ પર ઘર આગળ ઓટલાના 28, શૌચાલયના 4 અને માઢીના ઢગલાના 3 દ્વારા મુખ્ય માર્ગ પર દબાણો થયા હોઇ ગઢવી વિસ્તારના રહિશો દ્વારા સામૂહિક અરજી કલેકટરના સ્વાગત ફરીયાદ કાર્યક્રમમાં કરાઇ હતી. જેના આધારે પાટણ તાલુકા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી પંચાયત એ. એસ.રાજપૂત તેમજ સર્કલ ઇન્પેકટર એમ.બી.પટેલ ગામના સરપંચ તલાટી સહિત બુધવારે સ્થળ ચકાસણી કરી હતી. જેમાં બેથી ત્રણ ફુટના 35 જેટલા નાના મોટા દબાણ થયા હોવાનું માલુમ થતાં તે દૂર કરવા ટીડીઓ દ્વારા સુચના તલાટી અને સરપંચને આપી હતી.જેમાં દબાણકારોને નોટીસ આપી તેઓ પોતાનું દબાણે દૂર કરે તે માટે ગામ પંચાયતની મિટીંગમાં નિર્ણય લેવા જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...