BSFના 100 જવાનોની સાયકલયાત્રા મહેસાણા આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયક્લોથોન વાયા ઊંઝા, પાટણ થઇને સૂઇગામ નડાબેટ સરહદે પહોંચશે

ગુજરાતસીમાદર્શન પ્રત્યે લોકજાગૃતિ કેળવતી બીએસએફના જવાનોની સાયક્લોથોન યોજાનાર છે. જેમાં 100 જવાનોની સાયકલ યાત્રા ગુરુવારે ગાંધીનગરથી પ્રસ્થાન કરીને સાંજે મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. અંબાસણ બીએસએફ કેમ્પમાં રાત્રી રોકાણ કરી સાયક્લોથોન વાયા ઊંઝા, પાટણ થઇને સૂઇગામ નડાબેટ સરહદે પહોંચશે.

બીએસએફની સાયક્લોથોનના ઉષ્માભર્યા સ્વાગતની શિક્ષણતંત્ર દ્વારા બુધવારે તૈયારી કરાઇ હતી. સૈનિકો પ્રત્યે લોકોનો લગાવ અને સીમાદર્શનની લોકજાગૃતિ કેળવાશે. જિલ્લા શિક્ષણાધિકારી જી.ડી. પટેલે જણાવ્યુ કે, બીએસએફ દ્વારા તા.9થી 11 દરમિયાન ગુજરાત સીમાદર્શન સાયક્લોથોન યોજનાર છે. જેમાં બીએસએફના વડા અજય તોમરના માર્ગદર્શનમાં 100 જેટલા જવાનોની સાયકલ રેલી ગુરુવારે સાંજે 4 વાગ્યે ગાંધીનગરથી નીકળશે. સાંજે 5થી 5-30 વાગ્યાના અરસામાં મહેસાણા હદમાં પ્રવેશતાં નંદાસણ ખાતે બાળકો, શિક્ષકો, નાગરિકો સૌ સ્વાગત, સન્માન કરશે. બાદમાં તેઓ અંબાસણ કેમ્પમાં રાત્રી રોકાણ કરશે અને શુક્રવારે સવારે પ્રસ્થાન કરી લોકજાગૃતિ પ્રસરાવતી સાયક્લોથોન બપોરે પાટણ પહોંચશે. જ્યાં એસપી કચેરી થઇને રેલી આગળ વધશે. 11મીએ બનાસકાંઠાના સરહદે આવેલા સુઈગામ નડાબેટ બોર્ડરે પહોંચશે, જ્યાં રેલીનું સમાપન થશે.

અન્ય સમાચારો પણ છે...