પાટણના આનંદ સરોવર ખાતે શ્રીજી વિદ્યામંદિર અને અક્ષર શાળા દ્વારા રંગોત્સવ યોજાયો
પાટણ : પાટણના આનંદ સરોવરના ઓપન થિયેટરમાં શ્રીજી વિદ્યામંદિર અને અક્ષર પ્રાથમિક શાળા પરિવાર તરફથી શાળાના ભૂલકાઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તથ બાળ પ્રવૃત્તિઓનો વિકાસના હેતુસર રંગોત્સવ-2018 વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જુ.કેજી, સી.કેજી. તેમજ 1થી 7 ધોરણના બાળકોએ ગરબા, રાસ, નૃત્ય, બાળગીત, દેશભક્તિ ગીત, ડાન્સ, એકપાત્ર અભિનય જેવી 24 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી.
રંગોત્સવના અધ્યક્ષ અને પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, 1થી 7ના બાળકોને ભણાવવા ખૂબ અઘરૂ કામ છે. સ્કૂલ દ્વારા બાળકનો શિક્ષણ તેમજ બધીજ પ્રવૃત્તિઓમાં પાયો મજબૂત થાય, સફળ આદમી બનવા માટે સારા માર્ક્સ લાવવા જરૂરી નથી, પણ સાચી અને સચોટ મહેનતની જરૂર છે. આ કાર્યક્રમમાં શ્રીજી વિદ્યામંદિર પ્રાથમિક શાળા અનેઅક્ષર પ્રાથમિકા શાળાના સંચાલક દિનેશભાઇ પ્રજાપતિએ સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં કિરટભાઇ ઓઝા, ભરતભાઇ ભાટીયા કોરપોરેટર, નિમીષાબેન પરીખ, યોગેશભાઇ સોલંકી, ડાહ્યાભાઇ દેસાઇ, દેવેન્દ્રભાઇ પટેલ તેમજ શિક્ષકો, વાલીઓ, હાજર રહ્યા હતા.