જાખામાં પત્નીને પતિએ ગડદાપાટુ મારી ઇજા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી તાલુકાના જાખા ગામનું દંપતી ચાર વર્ષથી અલગ રહેતું હતું. પરંતુ સરકારી લાભાર્થે મળેલા મકાન તૈયાર થઇ રહ્યું હતું ત્યાં મહિલા આવી ચડતાં પતિઅે કેમ ઉભી છે કહી માર મારી ઇજાઓ કરી હતી. આ અંગે મહિલાએ તેના પતિ સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છ.ે જમનાબેન રમેશભાઇ પરમાર સરકારી લાભાર્થે નવિન મકાન તૈયાર હોઇ તેણી 20 ફેબ્રુઆરીઅે સવારે તેની છોકરી સાથે ઉભી હતી. ત્યારે પતિઅે કેમ આવી કહી પતિ રમેશભાઇ વિરાભાઇ પરમાર ઉશ્કેરાઇ જઇને ગડદા પાટુ કરી ઇટનું રોડુ માથાના ભાગે મારતા ધારપુર સિવિલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...