• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં અાત્મવિલોપનની ઘટના વખતે ફરજ પર ગેરહાજર 2 પોલીસકર્મી સસ્પેન્ડ

પાટણમાં અાત્મવિલોપનની ઘટના વખતે ફરજ પર ગેરહાજર 2 પોલીસકર્મી સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ ખાતે દલિત કાર્યકરે કરેલા આત્મવિલોપનની ઘટનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલને ફરજ પર ગેરહાજરીને લઇ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને તેનો ગૃહવિભાગ સુધી રિપોર્ટ કરવામાં આવ્યો છે.

કલેક્ટર કચેરીમાં જમીનની માંગણીના મામલે દલિત કાર્યકર ભાનુભાઇ વણકરે આત્મવિલોપનની તંત્રને ચીમકી આપેલી હતી. જેને પગલે કલેક્ટર કચેરીના સંકુલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઅોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો. તેમ છતાં આત્મવિલોપનની ઘટના બની ગઇ હતી. ત્યારે આ મામલામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ લાલસિંહ અને લોકરક્ષક જીતેન્દ્ર ગોવિંદભાઇને ફરજમાં નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષક અશ્વિન ચાૈહાણ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસ અધિક્ષક અશ્વિન ચાૈહાણે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ બંન્ને પોલીસ કર્મચારીની ફરજમાં નિષ્કાળજી જણાય છે તેઓ ફરજ પર હાજર જણાતા ન હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અા અગાઉની સોપાયેલ ઇન્ક્વાયરીની તપાસ ચાલી રહી છે.