ટોયેટો-ST બસ ટકરાતાં એકનું મોત,9 ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજના અંબેશ્વર પેટ્રોલપંપ નજીક રાધનપુર તરફ જઇ રહેલા ત્રણ યુવાનોની ગાડીને અકસ્માત નડ્યો

હારિજનજીક રાધનપુર હાઇવે પર શનિવારે સવારે ટોયેટો ગાડી અને એસટી બસ સામસામે અથડાતાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે બસમાં બેઠેલા 6 મુસાફરો અને ટોયેટામાં સવાર બે યુવાનોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.

હારિજના ત્રણ યુવાનો ટોયેટો ગાડી (જીજે 12 સીજી 595) લઇ રાધનપુર તરફ જતા હતા, ત્યારે અંબેશ્વર પેટ્રોલપંપ નજીક સામેથી આવતી પાટણ ડેપોની એસટી બસ (જીજે 18 વાય 4758) સામસામે ધડાકાભેર અથડાઇ પડ્યા હતા. અકસ્માતમાં ટોયોટો ગાડીના એન્જિનના ફૂરચા નીકળી ગયા હતા. જ્યારે એસટી બસને પણ ડ્રાઇવર સાઇડે ટાયર તૂટી જતાં આગળના ભાગે નુકસાન થયું હતું. અકસ્માતમાં ટોયોટોમાં જઇ રહેલા ત્રણ યુવાનો પૈકી ભીલ મેહુલકુમાર નાગજીભાઇ (25)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે આશિષ શિવાભાઇ ભીલ (25) અને રાકેશ ભરતભાઇ દવે (32)ને ગંભીર ઇજા થતાં રેફરલમાં સારવાર આપ્યા બાદ પાટણ ખસેડાયા હતા. જ્યારે અેસટી બસમાં ડ્રાઇવર સહિત સાત મુસાફરોને ઇજાઓ થઇ હતી.

અકાળે અકસ્માતનો કોળિયો બની ગયેલા યુવકના બે માસ પહેલાં લગ્ન થયાં હતાં

}પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ

મૃતકમેહુલ નાગજીભાઇ ભીલ બે ભાઇઓમાં નાનો હતો. જેના લગ્ન બે માસ અગાઉ થયા હતા. તેવામાં તેનું મૃત્યુ થતાં શહેરીજનો અને પરિવારના લોકો આંચકો ખાઇ ગયા હતા. ઘટના સ્થળે તેના મોટાભાઇ અને કુટુંબીજનો આવી રોકકળ કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

}એસટીના ઇજાગ્રસ્ત મુસાફરો

1.ભગવાનદાસમોહનદાસ રાફુચા (50) રાધનપુર

2.ભાવનાબેન શંકરભાઇ આયર (20) દેલાણા

3.દાનીબેન ભગવાનદાસ રાફુચા (47) રાધનપુર

4. અમરતભાઇ જગમાલભાઇ ઠાકોર (50) ધોળકડા

5.શંકરભાઇ લગધીરભાઇ આયર (45)દેલાણા

6.હસુબેન દિલીપભાઇ પટેલ (55) પાટણ

7. એસટી ડ્રાઇવર કિરીટભાઇ જાની (52) પાટણ

}ટોયોટો ગાડીના ઇજાગ્રસ્તો

8.આશિષશિવાભાઇ ભીલ (25) હારિજ

9.રાકેશ ભરતભાઇ દવે (32) હારિજ

}બે દર્દીઓ સરકારી રેફરલની એમ્બ્યુલન્સના અભાવે કલાક રઝળ્યા

હારિજસરકારી રેફરલમાં દર્દીઓને લાવ્યા પછી 108માં ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયા પછી બીજી 108 નહીં હોવાના કારણે બે દર્દીઅોને એક કલાક સુધી રાહ જોવી પડી હતી. હારિજ રેફરલમાં એમ્બ્યુલન્સ છે, પણ દશેરાના દિવસે ઘોડું ના દોડે તેમ અકસ્માતના સમયે કામ આવી નહતી. રેફરલના તબીબે એમ્બ્યુલન્સના ડ્રાઇવર બીમાર હોવાનું કારણ આગળ ધર્યું હતું. કોર્પોરેટર બીપીનભાઇ ઠાકરે પણ રેફરલમાં અપૂરતા સ્ટાફ અંગે ટીકા કરી વધુ સ્ટાફ મૂકવા જણાવ્યું હતું.

હારિજ પાસે શનિવારે સવારે ટોયટો અને એસટી બસ વચ્ચે અકસ્માત થતાં બંને વાહનોને નુકસાન થયું હતું. } જીતુ સાધુ

અન્ય સમાચારો પણ છે...