જાળેશ્વર પાલડીમાં પ્લોટ મામલે ઝઘડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાળેશ્વરપાલડીમાં પ્લોટ મામલે ઝઘડો થતાં એકને ઇજા થઇ હતી.

પાટણ તાલુકાના જાળેશ્વર પાલડી ગામે સુમરા સલીમભાઇ ઉસ્માનભાઇના ઘેર આવીને સુમરા હાજીભાઇ મુસાભાઇ, રમજુ ભાઇ, હુસેનભાઇ, અમીનાબેન હાજીભાઇએ તારો પ્લોટ અમોને કેમ આપતો નથી તેમ કહેતાં સલીમભાઇએ મારે પ્લોટ વેચવાનો નથી તેવું કહ્યું હતું. આથી શખસોએ ઉશ્કેરાઇ જઇ લોખંડની પાઇપથી હુમલો કરી તેમજ નુરીબેનને ગડદાપાટુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...