તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાજપુર કન્યાશાળામાં વિશ્વ વસ્તી દિનની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાઓ યોજાઇ

રાજપુર કન્યાશાળામાં વિશ્વ વસ્તી દિનની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાઓ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણતાલુકાના રણુંજગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સબ સેન્ટર રાજપુરની રાજમાતા મિનળદેવી આદર્શ નિવાસી (વિ.જા) કન્યાશાળા રાજપુર ખાતે 11 જુલાઈ વિશ્વવસ્તીદિન અંતર્ગત ચિત્રસ્પર્ધા અને વકૃત્વસ્પર્ધા રાખવામાં આવેલ ઉપરોકત વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 7 વિધાર્થીનીઓએ ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમે પંચાલ હિરલબેન ધો.9 બીજા ક્રમે ચૌધરી વિનતી ધો. 9 અને ત્રીજા ક્રમે ચૌધરી અસ્મિતાબેન ધો. 12 અને ચિત્ર સ્પર્ધામાં કુલ 11 વિધાર્થીનીઓએ ભાગ લીધેલ જેમાં પ્રથમ ક્રમે ચૌધરી વૈસાલીબેન ધો. 9 બીજા ક્રમે ઠાકોર સંતોકબેન ધો. 9 અને ત્રીજા ક્રમે ચૌધરી વર્ષાબેન ધો. 9 આવેલ જેમાં વિજેતા વિધાર્થીનીઓને પ્રા.આ.કે રણુંજ દ્વારા પ્રોત્સાહિત કરી ઈનામ આપવામાં આવેલ બાળકોએ તેમની કૃતિઓ વક્તવ્ય અને ચિત્ર દ્વારા રજુ કરેલ જેમાં વસ્તી વધારાની જુદી જુદી અસરો અને નાના કુંટુબથી થનાર ફાયદા તેમજ વસ્તી વધારાના લીધે થનાર ગેરફાયદાના ચિત્રો રજુ કરેલ તેમજ બાળકોએ વસ્તી વધારો એક સમસ્યા અંગે વક્તવ્ય રજુ કરેલ પ્રસંગે ડૉ. સાગર પરમાર આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર, દ્વારા જણાવેલ કે વસ્તી વધારાના કારણે વક્તી સમાજ ઉપર કેવી વિપરિત અસરો થાય છે. સરકાર દ્વારા બાબતે કરવામાં આવતા પ્રયત્નો વિશે સમજ પુરી પાડેલ અને વિશ્વ વસ્તી દિન 11 જુલાઈ ના રોજ ઉજવવામાં આવે છે. પ્રસંગે આચાર્ય પી.પી.ઠક્કર શિક્ષક સ્ટાફ, ફિમેલ હેલ્થ વર્કસ વિણાબેન પટેલ, જયેશ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.તસવીર સુનિલપટેલ

અન્ય સમાચારો પણ છે...