તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પંછીવાલા પરીવારના આરાધ્ય દેવ કાકાજી મહારાજની વર્ષ ગાંઠ ઉજવાઇ

પંછીવાલા પરીવારના આરાધ્ય દેવ કાકાજી મહારાજની વર્ષ ગાંઠ ઉજવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણનાવિજળકુવા વિસ્તારમાં આવેલા પંછીવાલા પરીવારના આરાધ્ય દેવ કાકાજી મહારાજની વર્ષ ગાંઠની ઉજવણી શુક્રવારના રોજ ખુબજ ધામધુમથી કરવામાં આવી હતી. કાકાજી મહારાજના દેવસ્થાને આયોજિત હવનના યજમાન પદે પ્રેમીલાબેન મહાસુખલાલ મોદી પરીવારના વૈશાલીબેન નરેશભાઇ મોદીએ લ્હાવો લીધો હતો. યજ્ઞોની શાસ્ત્રોક્ત વિધિ પરિમલ દવે સહિત ભુદેવો દ્વારા કરવામાં આવી હતી. પ્રસંગે બાધા માનતા પૂર્ણ થનારા ભક્તો દ્વારા લાડુના ગોળ ભરવામાં આવેલ હતા. જ્યારે કાકાજી મહારાજ સમક્ષ સેવા વિધિ સંપન્ન કરી સૌ ભક્તોએ સમૂહ પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પૂનમબેન નિરવભાઇ પંછીવાલા સહિતના પરીવારજનોએ સુંદર વ્યવસ્થા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...