તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રોજીયું ટૂંકુ થઇ જતાં શાક દૂધ પણ બંધ, લોકો કરકસર કરી દિવસો કાઢે છે

રોજીયું ટૂંકુ થઇ જતાં શાક - દૂધ પણ બંધ, લોકો કરકસર કરી દિવસો કાઢે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલરકામની મજૂરી કરતાં કનુભાઇ કાન્તીભાઇ બામચાએ કહયું કે દૂધ વાળા ઉધાર આપતાં 3 દિવસ તો ચાના બદલે ઉકાળો પીવો પડે છે. ઉપાડ પેટે 500 જુની નોટ મળેલી હતી તેના છૂટા લેવા ગયા ત્યારે રૂ.400 મળ્યા અને 100 કમિશનના કાપ્યા હતા.

ચાના બદલે ઉકાળો પી ને દિવસ કાઢવો પડે છે

5

કાન્તાબેન કાળાભાઇ સેનમાએ જણાવ્યુ કે ઘરમાં તેલની જરૂર હતી ત્યારે ઘરમાંથી ઘઉં 5 કિલો જેટલા દુકાનવાળાને આપ્યા હતા તેની સામે તેલ 1 કિલો તેલ લઇ વ્યવહા કર્યો હતો.

તેલ લાવવા ઘરમાંથી ઘઉં દુકાનદારને આપ્યા

9

મનોરબેન માલજી લવાર કહે છે કે સઘડી તવી જેવી વસ્તુઓનો હવે માંડ રોજના 100 રૂપિયાનો વેપાર થાય છે. ચા પીવી હોય તો પણ વિચાર બે ઘડીએ વિચાર કરવો પડે છે. ત્યારે અમારા ધંધો પડી ભાંગ્યો છે.

ચા પીવી હોય તો પણ વિચાર કરીએ છીએ

8

સાવરણી વેચતાં વયોવૃધ્ધ સંતોકબેન બળદેવભાઇ જણાવ્યુ કે હું નિરાધાર છુ. સાવણની ધંધામાં મંદી હોવાથી બે દિવસથી રોટલા બનાવું છું પણ શાક બાજુમાંથી માંગીને લાવવુ પડ્યુ હતું.

રોટલા ઘરના અને શાક પાડોશમાંથી લાવીએ છીએ

4

દરજીકામ કરતા કેયુરભાઇ ભરતભાઇ દરજીએ જણાવ્યુ કે નોટ બંધી પછી સિલાઇનો ધંધામાં 75 ટકા મંદી છે જેથી દોરા બટન સહિતનો માલ બાકીમાં લાવીએ છીએપણ મજબૂરીથી અડધો માલ લાવવો પડ્યો હતો.

બટણ દોરાની ખરીદી અડધી કરી દેવી પડી

2

પાટણમાં શિવણની તાલીમ લેવા માટે મણુંદથી આવતાં આનંદીબેન, રેખાબેન, મંદીબેન અને રોશનબેન મહેસાણા થી પાટણ આવતી બસમાં બેસતાં કંડકટરે 500 જુની નોટ આપશો તો 50 રૂપિયા કમીશન માગ્યું હતું.

કંડકટરે જુની નોટ ચલાવવા 50 રૂ.કમીશન માંગ્યું

6

બગવાડા દરવાજે સાવરણીનો ધંધો કરતી તારાબેન જયંતીભાઇ સેનમાએ જણાવ્યુ કે અમારો ધંધામાં રોજ 25 થી 30 સાવરણી વેચાતી હતી પરંતું હાલે 5 જેટલી વહેંચાય છે. ઘરમાં આવક ઘટતાં દૂધ છેલ્લા ચાર દિવસથી બંધ કર્યુ છે.

ચાર દિવસથી દૂધ લાવવાનું બંધ કર્યું છે

7

બંગડી કાસકાનો વેપાર કરતી રૂપાબેન કાંગસીયાએ નોટ બંધ થઇ ત્યારથી વેપાર સામે માલના પૈસા ચૂકવ્યા નથી અને બીજી બાજુ વેપાર નથી. બાળકો માટે ઠંડીમાં સ્વેટર લાવવા છે પણ પૈસા વગર બેઠા છીએ.

બાળકોના સ્વેટર લાવવાના પૈસા નથી

3

પાટણ આવેલા આનંદીબેન અમીતકુમાર પટેલે જણાવ્યુ કે રૂ.100નું ફેશવોશ ખરીદવા રૂ. 500 જુની નોટ આપતાં વેપારીએ 500 ની ખરીદી કરવી પડશે તેમ કહેતાં સાબુ કોલગેટ સહિતની વસ્તુઓ પણ ખરીદવી પડી હતી.

નહોતી લેવી તેવી વસ્તુઓ પણ લેવી પડી

કરિયાણુ લેવા જઇએ તો સામે ઘઉં આપી લાવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...