તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 5 વર્ષ અગાઉ રૂ.1400 પાછા માંગતાં લોખંડની પાઇપથી હુમલો કરાયોહતો, પ્રોબેશનને લીધે આરોપીઓને છોડાયા

5 વર્ષ અગાઉ રૂ.1400 પાછા માંગતાં લોખંડની પાઇપથી હુમલો કરાયોહતો, પ્રોબેશનને લીધે આરોપીઓને છોડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમાં પાંચ વર્ષ અગાઉ ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરનાર વ્યકતી પર શહેરના ભીલવાસના શખ્સોએ હુમલો કર્યો હતો અને મારપીટ કરી હતી જેનો કેસ અત્રેની જ્યુડીશીયલ કોર્ટમા઼ ચાલી જતાં બે આરોપીઓને કોર્ટે એક વર્ષ સુધીની કેદની સજા કરી હતીજોકે આરોપીઓને પ્રોબેશનનો લાભ આપીને મુકત કરાયા હતા.

પાટણ શહેરના રહીશ પરમાર મેહુલકુમાર રમેશભાઇએ શહેરના તેમના પરીચિત બારોટ સુધીરકુમાર ધનજીભાઇને વર્ષ 2010માં રૂ.1400 હાથ ઉછીના આપ્યા હતા. જેની વારંવાર .ઘરાણી કરવા છતાં પૈસા પાછા આપતા હોઇ 12 ડીસેમ્બર 2011ના રોજ સાંજે પીંપળાગેટ પાસેભીલવાસમાં દલસારામના ડેલામાં જઇ પૈસા કેમ આપતા નથી તેમ કહેતાં સુધીરભાઇ અને તેમનો દીકરો રાજુભાઇએ ઉશ્કરાઇ જઇ પૈસા અાપવા નથી તેમ કહીને લોખંડની પાઇપ મારી હતી

ઘટનાનો કેસ ચાલી જતાં એપીપી અેમ.આઇ.શેખની દલીલો ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને ઇપીકો કલમ 324માં 1 વર્ષની સાદી કેદ અને રુ.250 દંડ ભરેતો વધુ 1 માસ સાદી કેદ ભોગવવા તેમજ કલમ 323ના ગુનામાં બંનેેને 6 માસ સાદી કેદ અને રુ.250 દંડ ભરેતો વધુ 1 માસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.જોકે પ્રોબેશનનો લાભ આપવા અરજ કરાતાં પ્રોબેશન અધીકારીનો હકારાત્મક રીપોર્ટ આવતાં પ્રોબેશનનો લાભ આપીને શરતો આધારે મુકત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...