તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુર પાસે રાજસ્થાની યુવાનને કોઇએ કુવામાં નાંખ્યો

સિદ્ધપુર પાસે રાજસ્થાની યુવાનને કોઇએ કુવામાં નાંખ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારેસાંજે રાવતનગર જી.બાંડમેરનો ફરીદ કાસમ નાગોરી નામનો યુવાન અમદાવાદ તરફ ભવાની ટ્રાવેલ્સની બસમાં જઈ રહ્યો હતો.સાંજે 9: 00 કલાક આસપાસ બસ સિધ્ધપુર સુજાનપુર હાઈવે પર આવી પહોંચી હતી. ફરીદ કાસન નાગોરીનાં જણાવ્યાં પ્રમાણે તે નીચે ઉતળા તેની સાથે નાં બીજા ત્રણ લોકોએ તેને મારીને હોટલ પાસેના કુવામાં નાખી દીધો હતો.

જેથી પાસેથી પસાર થતાં માળવાડીએ બુમો સાંભરતાં આસપાસના લોકોને ભેગા કર્યો હતો.જે દરમ્યાન ન્યું જમ્ભેશ્વર હોટલના ભાવિક રધુનાથભાઈએ પોલીસને ફોન કરતાં 9:30 કલાકે ફાયરબ્રિગેટ સાથે ઘટના સ્થળે પહલંચી આવ્યાં હતાં.જ્યાં સીડી કુવામાં નાખી ફરીદ બહાર નીકાળ્યો હતો.

અંગે ફરીદ કાસનના જણાવ્યા પ્રમાણે કોઈ ત્રણ લોકોએ તેને મારીને કુવામાં નાંખી દીધો હતો.જેથી પોલીસ પણ અચંબામાં પટી હતી. જો કે આસપાસની હોટલના CCTV કેમેરામાં કાઈ મળ્યું હતું. જ્યારે કુવાની પાસેની ન્યુ જમ્ભેશ્વર હોટલના માલિક રધુનાથભાઈના જણાવ્યા પ્રમાણે આશરે 6 વાગે કુવા પાસે પહોંચતા યુવાને જોર જોરથી બુમો પાડી હતી. તેને મારીને ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...