તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઉ.ગુ.ના 24 કલાકારો વચ્ચે વોઇસ ઓફ નોર્થ ગુજરાત માટે મુકાબલો

ઉ.ગુ.ના 24 કલાકારો વચ્ચે વોઇસ ઓફ નોર્થ ગુજરાત માટે મુકાબલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનીનામાંકીત સંસ્થા મા નો પરીવાર દ્વારા આયોજીત અને અમદાવાદના હરીત ઝવેરી જ્વેલર્સ પ્રાયોજિત પાટણ આઇડલ -2016 ની ગીત ગાયન સ્પર્ધા વોઇસ ઓફ નોર્થ ગુજરાતનો ફાઇનલ રાઉન્ડ રવિવારે સાંજે 7 વાગ્યે યુનિવર્સીટીના રંગભવન હોલમાં યોજાનાર છે. જેમાં 24 સ્પર્ધકો વચ્ચે મુકાબલો જામશે અને નિર્ણાયકો તરીકે નામાંકીત ગુજરાતી ગીતકારો હાજરી આપશે.

કે.સી.પટેલના વડપણ હેઠળની સંસ્થા દ્વારા ઉત્તરગુજરાતના અલગ અલગ શહેરોમાં યોજાયેલા ઓડીશન્સમાં 325 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને હવે 24 કલાકારો ફાઇનલમાં પ્રવેશ્યા છે તેઓનો ન્યાય તોળવા માટે ગુજરાતી સુગમ સંગીતાના આધસ્વરપુરૂષ પુરૂષોતમ ઉપાધ્યાય,પંડીત જશરાજના શિષ્ય પંડીત નિરજ પરીખ,વોઇસ ઓફ લત્તા મંગેશકર એવા ડો. ફાલ્ગુની ખાસ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...