• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના ખેડૂતોએ વરીયાળીમાંથી 5 વર્ષમાં 169 કરોડની કમાણી

પાટણના ખેડૂતોએ વરીયાળીમાંથી 5 વર્ષમાં 169 કરોડની કમાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં રોકડીયા પાકોમાં વરીયાળીની ખેતી પણ સારા પ્રમાણમાં થાય છે જે જિલ્લાના ચાણસ્મા પાટણ અને સિધ્ધપુર વિસ્તારના ખેડુતોની આર્થિક સજ્જતામાં ફાયદાકારક પુરવાર થઇ રહ્યો છે જિલ્લાના ખેડૂતોએ છેલ્લા પાંચ વર્ષમાં રૂ.169.19 કરોડની કિંમતની ઉપજ વરીયાળીના પાકમાંથી મેળવી હતી.

જિલ્લામાં વરીયાળીની ખેતી પાટણ સિધ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં સવિશેષ થાય છે. ખાસ કરીને ચાણસ્મા તાલુકામાં નોંધપાત્ર વાવણી થાય છે.આ ત્રણે તાલુકાઓ પાણીદાર રહેતા આવ્યા છે પછાત તાલુકાઓ કરતાં અહીં વરીયાળીની ખેતી વધારે ઉપજ આપતી રહી છે.જિલ્લાનો ખેડુત જીરૂ અને વરીયાળીની ખેતી કરીને સારૂ આર્થિક ઉપાર્જન કરીને સધ્ધર થયા છે.ચાણસ્મા તાલુકાની વરીયાળીની ગુણવત્તા સારી હોય છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલે જણાવ્યું હતું.

જિલ્લામાં વરીયાળીનું વાવેતર-ઉત્પાદન-કમાણી

વર્ષવાવેતર ઉત્પાદન ટન આવક લાખ

2011-6020 -9156 -6537

2012 -3990 -6069 -3471

2013 -2785 -4236 -2423

2014 -3080 -4685 -2680

2015 -3572 -5433 -3108

અન્ય સમાચારો પણ છે...