• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિ.માં વેસ્ટઝોન ઇન્ટર યુનિ.મહિલા બાસ્કેટબોલ ટુનામેન્ટ યોજાશે

યુનિ.માં વેસ્ટઝોન ઇન્ટર યુનિ.મહિલા બાસ્કેટબોલ ટુનામેન્ટ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણખાતેની યુનિવર્સીટીના યજમાનપદે આગામી તા1થી 4ઓક્ટોબર દરમ્યાન દેશના વેસ્ટઝોનની ઇન્ટર યુનિવર્સીટી મહિલા બાસ્ટેકબોલ ટુર્નામેન્ટ યોજાનાર હોઇ તેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

યુનિવર્સીટીના શારીરીક શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે,વેસ્ટ ઝોનમાં આવતી 50 યુનિવર્સીટીઓની મહિલા બાસ્કેટબોલની ટુર્નામેન્ટ પાટણમાં યોજાનાર હોઇ યુનિના બંન્ને બાસ્કેટબોલ ગ્રાઉન્ડને તૈયાર કરી દેવામાં આવ્યા છે.આ ર્ટુનામેન્ટમાં આશરે 600 જેટલી વિદ્યાર્થીનીઓ અને 100જેટલા ટીમ મેનેજરો આવશે તેમના માટેની વ્યવસ્થા તૈયારીઓ કરાઇ હોવાનું ર્સ્પધા મંત્રી વિનોદ ચૌધરીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...