તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ચાલુ કરવા રિપેરિંગ પાછળ 10 લાખ ખર્ચાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ચાલુ કરવા રિપેરિંગ પાછળ 10 લાખ ખર્ચાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકાના શાસકોની બેદરકારીથી આઠ વર્ષથી પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યો છે

પાટણ નગરપાલિકા દ્વારા જીયુડીસીમાં દરખાસ્ત કરાઇ

પાટણશહેરમાંથી નીકળતા ઘન કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવા માખણીયા વિસ્તારમાં આઠ વર્ષ અગાઉ તૈયાર કરાયેલો વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ બિન ઉપયોગી પડી રહેતાં જર્જરિત થઇ ગયો છે. હવે પ્લાન્ટ ચાલુ કરવા માટે પાલિકાને 10 લાખનો ખર્ચ કરવો પડે તેમ હોઇ જીયુડીસીમાં દરખાસ્ત કરાઇ છે.

પાલિકાના ચીફ ઓફીસર આર.એચ. પટેલે જણાવ્યું કે, પ્લાન્ટમાં પાણીની લાઇન, વીજ જોડાણ બાકી છે. કેટલુક મેન્ટેનન્સ કામ છે, જેમાં રૂ.10 લાખ ખર્ચનો એસ્ટીમેટ અંગે જીયુસીડીમાં દરખાસ્ત કરાશે. એજન્સીએ સ્થળ વિઝિટ કરી છે. પાણી, વીજ સુવિધા થયે પ્લાન્ટ ચાલુ થાય તેવા પ્રયાસો ચાલે છે.

શહેરમાંથી રોજે 46 ટન ઘનકચરો ઉલેચાય છે અને માખણીયામાં નિકાલ કરાય છે. ઘનકચરામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા વર્ષ 2008માં 28 શેડ, કુંડીઓ સાથે પ્લાન્ટ તૈયાર કરી આપ્યો હતો. જોકે પાલિકાએ સ્ટાફના અભાવે કામગીરી કરવા અસર્મથતા દર્શાવી હતી. છેવટે એનજીઓ કે એજન્સીરાહે પ્લાન્ટ ચાલુ કરવા પાલિકાને સુચવાયુ હતું. જેને પગલે પાલિકાએ જાહેરાત થકી ભાવો મંગાવતા એનંદન એગ્રોટેક નામની એજન્સીના પ્રતિ ટનના રૂા.100 મુજબના ભાવ મંજૂર કરતો ઠરાવ કરાયો હતો. જેમાં વિપક્ષના નવ સભ્યોનો લેખિત અને સત્તાધારી પક્ષના સભ્યોનો મૌખિક વાંધો દર્શાવ્યો હતો. સભાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો પણ હજુ પ્લાન્ટ શરૂ થઇ શકયો નથી.

એજન્સી રાહે પ્લાન્ટ ચાલુ કરવાનો ઠરાવ કરાયો છે

નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર દિનેશ સોલંકીએ જણાવ્યુ કે, નંદન એગ્રોટેક એજન્સીને ઘન કચરામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવાનુ કામ આપવાનો ગત સામાન્ય સભામાં ઠરાવ કરાયો હતો. જે અંગે પ્રક્રિયા ચાલુ છે. ત્યાં જરૂરી સુધાર કરી એજન્સી કામ કરશે. જેમાં પ્રતિ ટન એજન્સીએ રૂા.100 લેખે પાલિકાને આપવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો