તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણની મહિલાઓ પાણી ના આવતાં બેડાં બાળકો લઇ પાલિકામાં ધસી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની મહિલાઓ પાણી ના આવતાં બેડાં-બાળકો લઇ પાલિકામાં ધસી ગઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરના મોતીશા ચોક નજીકથી નીકળતી પાણીની મેઇન લાઇન મંગળવારે તૂટી જતાં સાંજે અને બુધવારે સવારે વિસ્તારમાં પાણી સપ્લાય થતા જકશીવાડાની મહિલાઓ બેડા લઇને પાલીકામાં ધસી આવી હતી અને સત્વરે સમસ્યા હલ કરવા માંગ કરી હતી.

મોતીશા પમ્પીગ સ્ટેશનથી જરાદીવાડો, જકશીવાડો, પનાગરવાડો સહિત મોતીશા વિસ્તારમાં પાઇપલાઇન મારફતે સવાર-સાંજ પીવાનું પાણી ધરેધરે સપ્લાય કરવાની વ્યવસ્થા છે. જેમાં મંગળવારે બપોરે મોતીશા આગળ મેઇન પાઇપમાં ભંગાળ સર્જાતા વોટર વર્કસની ટીમ દ્વારા મોડી રાત્રે મરામત કરાયુ હતું અને બાદમાં બુધવારે સવારે પાણી સપ્લાય વખતે તેની બીજી લાઇનમાં લીકેજ સર્જાતા વિસ્તારના લોકો પાણીથી વંચિત રહ્યા હતા. જેને લઇને જકશીવાડાની મહિલાઓ સવારે બેડા લઇને નગરપાલીકા દોડી આવી હતી. પ્રમુખ હોઇ ટોળુ વોટરવકર્સ શાખામાં પાણીની સમસ્યા હલ કરવા માંગ કરી હતી. મહિલાઓએ પાલિકા સંકુલના નળથી બેડામાં પાણી ભરીને ઉચકીને લઇ ગયા હતા. વોટરવકર્સ શાખાના સૂત્રોએ જણાવ્યુ હતું કે, પાઇપલાઇન તૂટતા પાણી સપ્લાય થયો નહોતો. મરામત ચાલુ છે. જે કામ પૂર્ણ થતાં પાણીનો સપ્લાય ચાલુ થઇ જશે.

જકશીવાડાની મહિલાઓ બેડા લઇને પાલિકામાં પહોંચી પાણીની સમસ્યા હલ કરવા માંગણી કરી હતી.

સમસ્યા | મોતીશાચોકમાં મંગળવારે મેઇનપાઇપ તૂટતા પાણીની બૂમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો