તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • જગદીશ ઠાકોરના ટેકામાં પાટણના 300 કોંગ્રેસી કાર્યકરોનાં રાજીનામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જગદીશ ઠાકોરના ટેકામાં પાટણના 300 કોંગ્રેસી કાર્યકરોનાં રાજીનામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રદેશકોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂ઼ંટણીમાં ઝોનવાર અગ્રણીઓને જવાબદારી સોંપાઇ છે. જેમાં પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અવગણના કરાતાં તેમના સમર્થનમાં જિલ્લાના 300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે.

બુધવારે સવારે પાટણના જૂના સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી સોલંકી, સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ વદનજી ઠાકોર, જિલ્લા મહામંત્રી શંકરજી ઠાકોર, ઉપપ્રમુખ પોપટજી ઠાકોર, ચંદનજી ઠાકોર, જિલ્લા- તાલુકાના 300 જેટલા હોદ્દેદારોએ ભેગા થઇ સંગઠનના હોદ્દા પરથી રાજીનામા આપતો પત્ર પ્રદેશ પ્રમુખને સંબોધીને લખ્યો હતો. જે લઇ અમદાવાદ પ્રદેશ પ્રમુખને આપવા ગયા હતા. રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ બધીબેન આયર અને સદસ્ય સુરેશભાઇ ઠાકોરે પણ મંગળવારે મોડી સાંજે રાજીનામાં પ્રદેશ સ્તરે મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો