તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં સાસરિયાંના ત્રાસથી મહિલાનો ફાંસો ખાઇ આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સાસરિયાંના ત્રાસથી મહિલાનો ફાંસો ખાઇ આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિ-સાસુ દ્વારા ત્રાસ અપાતો હોવાનો પિયરપક્ષની ફરિયાદ

પાટણશહેરની મહિલાએ સાસરિયાના ત્રાસથી મકાનની છત સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો.

શહેરનાં ટેલીફોન એકચેન્જરોડ પર આવેલી બ્રહ્માણી સોસાયટી સામે દૂધ કેન્દ્રનાં મેડા પર જગદીશ કુમાર ફોજીરામ મારવાડી તેમની પત્ની રશ્મીકાબેન અને ત્રણ વર્ષની બાળકી રહેતા હતા. જગદીશભાઇ મારવાડી લાકડામાં નકસીકામ કરવાનો વ્યવસાય કરતા હોવાથી તેઓ સવારે નજીકમાં આવેલા કારખાને ધંધા અર્થે ગયેલા હતા. તેમની બાળકી ઝીણી રેત ખાતે રહેતા તેમના બાપૂજીનાં ઘરે હતી. પત્ની રશ્મિકાબેન ઘરે એકલી હતી તે વખતે તેણે મકાનની છત સાથે કપડું બાંધીને ખુરશી પર પવાલી મૂકી ગળે ફાંસો ખાઇ લીધો હતો. બપોરે 12 કલાકે વાગે જગદીશભાઇ ઘરે આવ્યા ત્યારે ઘટનાની જાણ થઇ હતી. બાબતની પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતક મહિલાનું સીવીલમાં પેનલ ડોકટરથી પીએમ કરાવવામાં આવ્યુ હતું.

બી ડીવીઝન પીઆઇ એ.વી. રાજગોરે જણાવ્યું હતુ કે ઘટનામાં મૃતક મહિલાનાં માતા- પિતાઅે તેમની દિકરી રશ્મીકાબેનને તેના પતિ અને સાસુ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરતાં દુષ્પ્રેરણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રશ્મીકાબેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો