તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ફરજનાં 5 વર્ષ પૂર્ણ કરતાં હવે 300 વિદ્યાસહાયકોને પૂરો પગાર મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજનાં 5 વર્ષ પૂર્ણ કરતાં હવે 300 વિદ્યાસહાયકોને પૂરો પગાર મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામને પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂંક અપાશે

પાટણજિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં 300થી વધુ વિદ્યા સહાયકોને તેમની ફરજમાં પાંચ વર્ષ પૂર્ણ થતા તેમને શિક્ષક તરીકે નિમણૂંક આપીને પ્રાથમિક શિક્ષકનાં નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે.

પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 5 સટેમ્બર 2011ના રોજ 300થી વધુ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. તેમને 5 સપ્ટેમ્બર 2016 રોજ બિન પગારી રજાઓ બાદ કરતા તેમની ફરજનાં પાંચ વર્ષ પૂર્ણ થતાં અને તેમની સેવાઓ સંતોષ કારક હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા તેમનો પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરીને તેમને શિક્ષકના નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરાવવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. પૂરા પગારનો લાભ મળવા જઇ રહેલા વિદ્યા સહાયકોમાં આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો