તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાલિકામાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયરની નિમણુકની માંગ

પાલિકામાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયરની નિમણુકની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનગરપાલિકા દ્વારા સ્ટ્રીટલાઇટ શાખામાં ફરજ બજાવતા ઇલેકટ્રીકલ એન્જીનીયર જેઓને નિવૃત્તિ પછી હંગામી ધોરણે ચાર્જથી સેવા પર લેવાયેલા છે તેઓ હવે કામ કરવા તૈયાર હોઇ નવા અધિકારીની નિમણૂંક કરવા માટે નગરપાલિકા નિયામકની મંજૂરી માંગવામાં આવી છે.

નગરપાલિકા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન લાલેશ ઠક્કરે જણાવ્યું કે ઇલેકટ્રીકલ એન્જીનીયર ખોડાભાઇ પટેલ આઠ દશ વર્ષથી નિવૃત્ત થયા પછી નવા કાયમી અધીકારીની ભરતી થતી નહોતી તેથી તેઓને હંગામી ધોરણે સેવા લેવામાં આવતી હતી.પણ હવે તેઓની ઉંમર થતાં તેઓ કામ કરવા ઇચ્છતા નથી તેથી જગ્યા ભરવા માટે નગરપાલિકા નિયામકની મંજુરી માંગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...