પાટણમાં બસો રોકતા ધમાચક્ડી : 48ની અટકાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ/ચાણસ્મા/હારીજ/રાધનપુર | પાટણજિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા નોટબંધીના વિરોધમાં રસ્તા રોકો આંદોલન આપવામાં આવ્યું હતું જેમાં પાટણ શહેરમાં સવારે 9 વાગ્યાના સુમારે બસસ્ટેશન,આદર્શ વિધાલય અને ઉંઝા ત્રણ રસ્તા પર એસટી વ્યવહાર રોકવાના પ્રયાસો કરાયા હતા.પાટણમાં 28 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરીને ગોલાપુર સ્થિત તાલુકા પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. જ્યારે ચાણસ્મા ખાતે બસસ્ટેશને જઇ બંને દરવાજા બંધ કરી લઇને બસ રોકી હતી.જ્યારે રાધનપુર અને વારાહીમાં કોંગ્રેસ કાર્યકારોએ મોટીપીંપળી પાસે બસ રોક્યાં બાદ વારાહી ટોલનાકા પાસે ચક્કાજામ કરતાં 20ની અટકાયત કરાઇ હતી . અને હારીજમાં બસ રોકી આંદોલન કરતાં વિરોધી સ્ૂત્રોચ્ચાર કર્યા હતા.

બસસ્ટેશનમાં મુસાફરો અને કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી

પાટણબસસ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકરો બસો રોકવા જતાં એન્જીનીયરીંગના છાત્રોને પરિક્ષા હોવાથી અટકાવવા કેટલાક છાત્રો અને મુસાફરોએ કહેતાં કાર્યકરો સાથે વાદવિવાદ થયો હતો જોકે બાદમાં બસને જવા દેવામાં આવી હતી. અહીં મુસાફર દિનેશ મકવાણાએ હાલે એક તરફ લોકો નોટબંધીથી પરેશાન છે ત્યારે આવી રીતે વધારે પરેશાની કરવી જોઇએ તેમ પ્રતિક્રીયામાં જણાવ્યું હતું.

બસ રોકી વિરોધી સૂત્રોચ્ચાર કરાયા

ચાણસ્મામાં બસ સ્ટેશનના બંને દરવાજો બંધ કરાયા

રાધનપુર-સાંતલપુરમાં ચક્કાજામ

જિલ્લામાં કોગ્રેસ દ્વારા નોટબંધીમાં બસ રોકી વિરોધ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...